Chinese Company invest almost 4.6 billion dollars in indian startup
  • Home
  • Business
  • Apps તો ઠીક, પણ Paytm સહિત દેશની આ જાણીતી કંપનીઓમાં છે ચીનનું 32 હજાર કરોડનું રોકાણ!

Apps તો ઠીક, પણ Paytm સહિત દેશની આ જાણીતી કંપનીઓમાં છે ચીનનું 32 હજાર કરોડનું રોકાણ!

 | 2:18 pm IST

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ વિવાદના કારણે સતત તંગદિલી વધી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. જેમાં ટિકટોક, હેલો, UC બ્રાઉઝર, લાઈકી જેવી એપ્સ સામેલ છે. સરકારના આ નિર્ણયને દેશભરથી સમર્થન પણ મળી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર આ એપ્સ જ નહીં પણ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ ચીની કંપનીઓનું મોટું રોકાણ છે.

એક ડેટા અને એલાલિસ્ટિક્સ ફર્મના આંકડા મુજબ, ચાર વર્ષોમાં ભારતીય સ્ટાર્ટઅપમાં ચીનના રોકાણમાં 12 ગણો વધારો થયો છે. 2016માં આ ભારતીય સ્ટાર્ટઅપમાં ચીનની કંપનીઓનું રોકાણ 381 મિલિયન અમેરિકી ડોલર(લગભગ 2,800 કરોડ રૂપિયા) હતું જે 2019માં વધીને 4.6 બિલિયન ડોલર(લગભગ 32 હજાર કરોડ રૂપિયા) થયું છે.

ભારતની આ કંપનીઓમાં ચીનનું મોટું રોકાણ:

મીડિયા રિપોર્ટ મુજબ ભારતની કેટલીક કંપનીઓમાં ચીનનું રોકાણ છે. જેમાં સ્નેપડીલ, સ્વિગી ઉડાન, ઝોમેટો, બિગ બાસ્કેટ, બાયજૂ, ડેલહીવેરી, ફ્લિપકાર્ટ, હાઇક, મેકમાયટ્રિપ, ઓલા, ઓયો, પેટીએમ, પેટીએમ મોલ, પોલિસી બજાર પ્રમુખ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના 24 ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી 17 સ્ટાર્ટઅપમાં ચીનની અલીબાબા અને ટેસેન્ટ જેવી કંપનીઓ કોર્પોરેટ રોકાણ કરી રહી છે. અલીબાબા અને સહયોગી કંપનીઓએ પેટીએમ, સ્નેપડીલ, બિગ બાસ્કેટ અને ઝોમેટોમાં લગભગ 2.6 બિલિયન ડોલર લગાવ્યા છે.

જ્યારે Tencent એ અન્ય સાથે પાંચ યૂનિકોર્ન જેમ કે ઓલા, સ્વિગી, હાઇક, ડ્રીમ 11 અને બાયજૂમાં લગભગ 2.4 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપ એક અબજ ડોલર અથવા તેનાથી વધુ માર્કેટ વેલ્યૂ ધરાવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ દેશના સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારી ચીનના અન્ય પ્રમુખ રોકાણકારોમાં મેટુઆન-ડિઇનપિંગ, દીદી ચુક્સિંગ, ફોસૂન, શુનવેઇ કેપિટલ, હિલહાઉસ કેપિટલ ગ્રુપ અને ચીન-યુરેશિયા એકોનોમિક કો-ઓપરેશન ફંડ શામેલ છે.

આ વીડિયો પણ જુઓ: કચ્છ ખાવડાના જુણા ગામે પોલીસ પર હુમલાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન