chinese-employees-punishment-forced-to-crawl-on-road-for-not-completing-targets-viral-video
  • Home
  • Videos
  • Featured Videos
  • ટાર્ગેટ પુરો નહીં થતાં કર્મચારીઓ “પશુ” બનાવી ફેરવ્યા રસ્તા પર, જુઓ Viral Video

ટાર્ગેટ પુરો નહીં થતાં કર્મચારીઓ “પશુ” બનાવી ફેરવ્યા રસ્તા પર, જુઓ Viral Video

 | 7:30 pm IST

જો તમે કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હો અને તમારાથી ટાર્ગેટ પુરો ન થાય તો તમને કેવી સજા મળવી જોઇએ ? કદાચ આ અંગે તમે વિચાર્યું નહીં હોય પરંતુ એક એવી કંપની છે જે ટાર્ગેટ પુરો ન થતાં કર્મચારીઓને ગોઠણભેર રસ્તા પર ચલાવે છે.

આ કંપની ચાઇનામાં આવેલી છે જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ચીનના શેનડોંગનો છે જેમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ ઝંડો લઇને સૌથી આગળ ચાલી રહ્યો છે અને તેની પાછળ ગોઠણભેર બધા લોકો ચાલી રહ્યા છે. જ્યાં સુધી પોલીસે અટકાવ્યા નહીં ત્યાં સુધી આ ખેલ ચાલતો રહ્યો.

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સો ભભુકી ઉઠ્યો હતો અને કેટલાક લોકોએ કહ્યું હતું કે આ રીતે કર્મચારીઓનું અપમાન કરનારી કંપનીઓને તાળા મારી દેવા જોઇએ.

આવા બનાવો ચીનમાં સમયાંતરે બનતા રહે છે આ પહેલા પણ કર્મચારીઓ સાથે કંપનીઓ દ્વારા આવું વર્તન કર્યાના બનાવો બન્યા છે.