Chinese fighter aircraft spotted at Skardu airbase in PoK
  • Home
  • Featured
  • ચીન ભારત પર હુમલો કરવાની ફિરાકમાં? PoKના સ્કૂર્દ એરબેઝ પર દેખાયા ચીની યુદ્ધ વિમાન

ચીન ભારત પર હુમલો કરવાની ફિરાકમાં? PoKના સ્કૂર્દ એરબેઝ પર દેખાયા ચીની યુદ્ધ વિમાન

 | 10:51 pm IST

ચીન ભારતને ઘેરવાના એક પછી આત્મઘાતી પગલા ભરી રહ્યું છે. લદ્દાખ થી લઈ સિક્કીમ સુધીની સરહદે ભારત સાથે સૈન્ય તણાવ છે. સરહદે બંને દેશોનું સૈન્ય સામસામે છે. ત્યારે ચીને તેના મિત્ર પાકિસ્તાનની ધરતી પરથી પણ ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના એરબેઝ પર ચીની યુદ્ધ વિમાન દેખાતા ભારત સરકાર સતત્ક બની છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ દ્વારા ગઈ કાલે જ નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ગેસ સિલિન્ડર વિક્રેતાઓ બે મહિનાનો સ્ટોક કરી રાખે અને તમામ શાળાઓ સૈન્ય જવાનો માટે ખાલી કરવામાં આવે. હવે આજે બીજા જ દિવસે ચીની યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનના એરબેઝ પર દેખા દેતા કંઈક નવાજુની થવાની શક્યતા સેવાઈ રહી છે.

પાકિસ્તાનના કબજા હેઠળના PoKમાં સ્કાર્દૂ એરબેઝ પર ચીન વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીઓને સતર્ક કરી છે. માત્ર જૂન મહિનામાં જ 40થી વધારે ચીનના ફાઈટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા છે. આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીન વાયુસેના ભારતમાં હુમલા માટે કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્કાર્દૂથી લેહનું અંતર 100 કિમી છે અને આ કોઈપણ ચીનના એરબેઝની સરખામણીએ ઘણું નજીક છે. એટલા માટે આ વાતની આશંકા વધી ગઈ છે કે, ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાઓની ચકાસણી કરી રહ્યાં છે જેથી તેનો ઉપયોગ કરવામાં આવી શકે. એટલે કે, હવે ભારત તેને ડબલ મોરચે લડવા માટે ખેંચવાની તૈયારી કરી રહ્યું છે.

લદ્દાખની સામે ઉપયોગ કરવા માટે ચીન પાસે ત્રણ એરબેઝ છે. જ્યાંથી તેના ફાઇટર એરક્રાફ્ટ કાર્યવાહી કરી શકે છે. તે છે કાશગર, હોતાન અને નગ્રી ગુરરુંસા પરંતુ તેની ભારત સામે કાર્યવાહી કરવાની ક્ષમતા સીમિત છે. કાશગરનું લેહથી અંતર 625 કિમી, લેહથી ખોતાનનું અંતર 390 કિમી અને લેહથી ગુરગુંસાનું અંતર 330 કિમી છે. આ તમામ એરબેઝ તિબેટમાં 11000 ફુટથી વધારે ઉંચાઈ પર સ્થિત છે. આટલી ઉંચાઈથી ટેક ઓફ કરવા પર ઈંધણ અને સાથે લઈ જવામાં આવતા હથિયાર બંનેનું વજન ઓછું રાખવું પડે છે. તેનાથી ફાઇટર જેટ્સની મારક ક્ષમતા અને રેન્જ બંને ઓછી થઈ જાય છે. સાથે જ આટલા લાંબાં અંતરની ઉડાનને રડારથી પકડાઈ જવાની સંભાવના વધી જાય છે.

ચીને ભારત વિરૂદ્ધ કોઈ પણ સંભવિત કાર્યવાહી કરવા પાકિસ્તાનના સ્કાર્દૂમાં આવેલા એરબેઝ પર નજર ઠેરવી છે. સ્કુર્દથી લદ્દાખ અને કાશ્મીર બંનેમાં ભારતીય અડ્ડા પર હુમલો કરવો સરળ પડશે. સ્કાર્દૂનું લેહથી અંતર 100 કિમીની આસપાસ અને કારગિલથી 75 કિમીની આસપાસ છે. અહીંના એરબેઝમાં બે રન વે છે. જેમાંથી એક અઢી કિમી લાંબો અને બીજો 3.5 કિમી લાંબો છે. અહીથી ચીનના ફાઇટર જેટ સરળતાથી કાર્યવાહી કરી પરત ફરી શકે છે. હવે જો ભારત સ્કાર્દૂ પર જવાબી કાર્યવાહી કરે છે તો પાકિસ્તાનને યુદ્ધ શરૂ કરવાનું સરળ બહાનું મળી જાય છે. ચીનની એરફોર્સ J-10 અને મિડ-એર રિફ્યુઅલ આઈએલ 78ના સ્કોર્સ એ કહેવા માટે પૂરતા છે કે ચીનની વાયુસેનાએ તે ક્ષેત્રમાં કેટલીક મહાન કવાયત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન