Chinese Foreign Ministry On Ongoing Tension With India
  • Home
  • Featured
  • આખરે 6 મહિને ચીને જણાવ્યું એ કારણ જેના લીધે તેને દુ:ખી રહ્યું છે પેટમાં, ભારતને આપી ‘સલાહ’

આખરે 6 મહિને ચીને જણાવ્યું એ કારણ જેના લીધે તેને દુ:ખી રહ્યું છે પેટમાં, ભારતને આપી ‘સલાહ’

 | 8:07 pm IST

ચીને ભારત સાથેના સરહદ વિસ્તારનું સૌથી મોટું કારણ જણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે મંગળવારના નિયમિત પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે ભારત ચીનથી અડીને આવેલી સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યું છે અને સૈનિકો વધારી રહ્યું છે જે તણાવનું મુખ્ય કારણ છે. ચીન વિવાદાસ્પદ સરહદની નજીક ભારતના સૈન્ય ઉપકરણોને વધારવાનો વિરોધ કરે છે. ચીનના વિદેશ મંત્રાલયના ઝાઓ લિઝિયાને કહ્યું કે, “કેટલાક સમયથી ભારતીય પક્ષ સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યું છે અને સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે જે બંને પક્ષોની વચ્ચે તણાવનું મુખ્ય કારણ છે.”

પરસ્પર બનેલી સહમતિ પર અમલ કરે ભારત – ચીન

ચીનના વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, “અમે ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે પરસ્પર બનેલી સહમતિ પર અમલ કરે અને એવા પગલા ઉઠાવવાથી બચે જેનાથી સ્થિતિ વધારે તણાવપૂર્ણ થાય. ભારત સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બનાવેલી રાખવા માટે ચોક્કસ પગલા ઉઠાવે.” ઝાઓને ભારતના લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં બનાવવામાં આવી રહેલા પુલોને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ પુલોની મદદથી ચીનની સાથે અડીને આવેલા દરિયાઈ વિસ્તારો સુધી ભારતીય સેનાની પહોંચ આસાન થઈ જશે.

દુનિયાની સૌથી લાંબી ટનલથી ફફડ્યું ડ્રેગન

ભારત એલએસી પર સતત પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે. હાલમાં જ વડાપ્રધાન મોદીએ હિમાચલના રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબી ટનલનું પણ ઉદ્ઘાટન કર્યું જેને લઇને ચીની મીડિયામાં પણ ઘણી જ ચર્ચા થઈ. પીએમ નરેન્દ્ર મોદીએ સુરંગનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતુ કે આ સુરંગ દેશના બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી તાકાત બનશે. પીએમ મોદીએ ચીનને ઇશારા-ઇશારામાં સંદેશ આપતા કહ્યું કે, બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનેક પરિયોજનાઓ પૂર્ણ થઈ ચુકી છે અને અનેક પર ઝડપી કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ ગ્લોબલ ટાઇમ્સે પણ અટલ ટનલને લઇને એક ઑપિનિયન આર્ટિકલ છાપ્યું હતુ અને કહ્યું હતુ કે ચીનની સાથે જંદગમાં આ ટનલ કામ નહીં આવે.

લદ્દાખ અને અરૂણાચલને લઇને ચીનની ગંદી નજર

ચીની વિદેશ મંત્રાલયે અરૂણાચલ અને લદ્દાખનો પણ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો. ઝાઓએ કહ્યું કે, પહેલા તો હું એ સ્પષ્ટ કરી દઉં કે ચીન ના તો ભારતના ગેરકાયદેસરના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને માન્યતા આપે છે અને ના અરૂણાચલ પ્રદેશને. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. ચીને જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવા અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાને લઇને પણ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો.

ભારત અને ચીનની સેના વચ્ચે સાતમી વાતચીત

ભારત અને ચીનની વચ્ચે સૈન્ય અને કૂટનીતિ સ્તર પર અનેક વાતચીત થઈ ચુકી છે. જોકે અત્યાર સુધી કોઈ સમાધાન નથી નીકળ્યું. જોકે સોમવારના ભારત અને ચીનની વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની સાતમી વાતચીત થઈ. ભારતીય સેનાએ આ વાતચીતને ઈમાનદાર, વિસ્તૃત અને રચનાત્મક ગણાવી છે. સેનાએ કહ્યું કે ચર્ચા દરમિયાન બંને દેશોમાં એક-બીજાની સ્થિતિને લઇને પરસ્પર સહમતિ વધી છે. ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, “12 ઑક્ટોબરનાં ચુશુલમાં ભારત-ચીનના સીનિયર કમાન્ડરોની સાતમા રાઉન્ડની બેઠક થઈ. ભારત-ચીન વિસ્તારના વેસ્ટર્ન સેક્ટરમાં એલએસી પર તણાવને ઓછો કરવાને લઇને બંને પક્ષોએ ઈમાનદાર, વ્યાપક અને રચનાત્મક ચર્ચા કરી.”

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં 2 કરોડ લિટર દૂધ ઉત્પાદન – Dy.CM નીતિન પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન