Chinese foreign ministry statement on the escalation
  • Home
  • Featured
  • ભારતીય જવાનોના અડીખમ ઇરાદા સામે ચીની સૈનિકોની પીછેહઠ થતા ચાલાક ચીને કહી આ વાત

ભારતીય જવાનોના અડીખમ ઇરાદા સામે ચીની સૈનિકોની પીછેહઠ થતા ચાલાક ચીને કહી આ વાત

 | 3:21 pm IST

લદ્દાખ સરહદ પર LAC પાસે ચીની સેનાએ આખરે પોતાના ટેન્ટ હટાવવાનું શરૂ કરી દીધું છે. બંને સેનાઓ વચ્ચે થયેલ વાતચીતના આધારે ચીની સેનાએ લગભગ 1-2 કિમી. પીછેહઠ કરી છે. ત્યારે હવે આ મામલે ચીનના વિદેશ મંત્રાલયે મહત્વનું નિવેદન બહાર પાડ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ચીની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે શાંતિ સ્થાપિત કરવા માટે અગ્રિમ મોરચે અમુક મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે. જે હેઠળ સૈનિકોને પરત બોલાવવાની પ્રક્રિયા શામેલ છે. ત્યારે બીજી તરફ, ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે પણ બોર્ડર પર તણાવ ઓછો થવાની વાત કરી. ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે ભારત અને ચીનની સેનાઓએ ફ્રંટ બોર્ડરથી બેંચના આધારે સૈનિક ઓછા કરવાનો નિર્ણય કર્યો છે. આમાં બંને દેશો વચ્ચે 30 જૂને જે બેઠક થઈ હતી તેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે કમાંડર લેવલની વાતચીતમાં બંને દેશોએ તણાવ ઓછો કરવા ઇચ્છા વ્યક્ત કરી, આ આધારે આ એક્શન લેવામાં આવી રહ્યો છે. ચીની અખબારે કહ્યું કે ભારતે ચીન સાથે શાંતિની વાત કરવી જોઈએ અને પોતાના સૈનિકોને ઓછા કરવા જોઈએ. આપને જણાવી દઈએ કે ચીનને જવાબ આપવા માટે ભારતે મિરર ડિપ્લોયમેન્ટ કર્યું હતું. જેનો અર્થ એ છે કે જેટલા સૈનિક ચીને તૈનાત કર્યા, ભારતે પણ એટલા જ સૈનિક ખડક્યા. આ સિવાય ભારત તરફથી વાયુસેના સતત તેના લડાકૂ વિમાનો સાથે અભ્યાસ કરી રહી હતી.

આ વીડિયો પણ જુઓ: સુરત ભારે વરસાદ અને પવનના કારણે ઝાડ તૂટી પડ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન