Chinese Governments Order to the Army Reduce Tensions with the America
  • Home
  • Featured
  • અમેરિકાની તાકાત સામે ઘુંટણીયે પડ્યા શી જીનપિંગ, ચીનની નેવીને આપ્યા આકરા આદેશ

અમેરિકાની તાકાત સામે ઘુંટણીયે પડ્યા શી જીનપિંગ, ચીનની નેવીને આપ્યા આકરા આદેશ

 | 10:27 pm IST

દુનિયા આખીને વાતે વાતે ધમકાવનારૂ વિસ્તારવાદી ચીન મહાશક્તિ અમેરિકા સામે ઘુંટણીયે પડી ગયું છે. અમેરિકાના આક્રમક વલણ સામે ચીન ઢીલુ પડ્યું છે. ચીનની જિનપિેંગ સરકારે સેના આદેશ જાહેર કર્યો છે કે, PLA નેવી સાઉથ ચાઇના સીમાં એવું કોઇ જ પગલું ન ભરે જેના લીધે એ વિસ્તારમાં તણવાની પરિસ્થિતિ ઉભી થાય. આટલું જ નહીં, નેવીને આદેશ આપવામા આવ્યો છે કે કોઇ પણ પરિસ્થિતિમાં પહેલી ગોળી આપણા તરફથી ન ચાલવી જોઇએ.

ચીન સાઉથ ચાઈના સી વિસ્તારમાં ફિલિપીન્સ અને તાઇવાન જેવા નાના દેશોને ધમકાવીને અમુક નવા ટાપુઓ પર પોતાનો કબજો કરવાના પ્રયત્નોમાં હતું. પરંતુ અમેરિકાએ આ દેશોની મદદનો વાયદો કર્યો હતો. જેને અંતર્ગત ગત મહિને જ અમેરિકાએ બે જંગી યુદ્ધ જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં તહેનાત કરી દીધા હતા. ત્યારબાદ ચીનનું વલણ ઢીલું પડી ગયું હતું.

ધ ડિપ્લોમેટ વેબસાઇટે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં ચીનના એક અધિકારીના હવાલાથી કહેવાયું છે કે- દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની નેવીને સરકારે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોઇ પણ અમેરિકન જહાજ અથવા પ્લેન પર કોઇ પણ સંજોગોમાં આપણા તરફથી પહેલું ફાયરિંગ ન કરવામા આવે. જ્યાં સુધી બની શકે પરિસ્થિતિને કાબૂમાં રાખીને તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરવામા આવે.

ટ્રમ્પનું આક્રમક વલણ આખરે કામ કરી લાગ્યું

સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર કબ્જો કરવાનું ષડયંત્ર રચી રહેલા ચીનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેક્કા કેટલાક મહિનાથી સતત ચેતવણી આપી રહ્યા હતા. ગત મહિને જ અમેરિકાની નેવીએ તેના બે સૌથી શક્તિશાળી આધુનિક વોરશીપ USS રોનાલ્ડ રીગન અને USS નિમિત્ઝને આ વિસ્તારમાં તહેનાત કરી દીધા હતા. આ વોરશીપના જેટ્સે શાંઘાઇથી 75 કિમી દૂર સુધી ઉડાન ભરી હતી. ચીનની આર્મીએ દરેક મુવમેન્ટને રેકોર્ડ કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું- ચીન મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યું છે. અમે એ નહીં થવા દઇએ.

રિપોર્ટ અનુસાર ગત અઠવાડિયે ચીનના રક્ષામંત્રીએ અમેરિકાના રક્ષામંત્રી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પરે ચીનના રક્ષામંત્રીને સ્પષ્ટ કહી દીધું હતું કે તણાવ ઓછો કરવાની અથવા તો અટકાવવાની જવાબદારી ચીનની છે. એસ્પરે કહ્યું હતું- અમેરિકા કોઇ પણ આક્રમક વલણને સહન નહીં કરે અને તેનો જવાબ આપવામા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન