ભારત દેશ છે ભોળો, એટલે ચીનના હેકરોનો છે ડોળો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ભારત દેશ છે ભોળો, એટલે ચીનના હેકરોનો છે ડોળો

ભારત દેશ છે ભોળો, એટલે ચીનના હેકરોનો છે ડોળો

 | 3:50 pm IST

ભારતીય કંપનીઓ અને સરકારી વિભાગો પર ચીનના હેકરોએ હુમલા ઉગ્ર બનાવ્યા છે. ભારતની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પર જે રીતે હુમલો થયા હતા તેના પરથી એવા સંકેત પ્રાપ્ત થાય છે કે ઉત્તર કોરિયા, પૂર્વ યુરોપ અને રશિયાના સર્વર મારફતે આ હુમલા કરાયા હતા. આ પ્રકારના હુમલા ટ્રેસ કરવા મુશ્કેલ હોય છે.

ચીનના હેકરો ભારતીય આઈટી સિસ્ટમની ખામીઓનો ભરપૂર લાભ ઉઠાવે છે. સામાન્ય હુમલામાં હેકર આઈટી સિસ્ટમમાં માત્ર ઘૂસણખોરી કરી નિરીક્ષણ કરે છે.

અન્સર્ડ એન્ડ યંગમાં ફેરન્સિક ટેકનોલોજી એન્ડ ડીસ્કવરી સર્વીસીસના વડા અને પાર્ટનર અમિત જાજૂએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પડોશી દેશોમાંથી થતાં સાયબર હુમલા વીપીએન અને પૂર્વ યુરોપ, આફ્રિકા, ઉત્તર કોરિયા અને રશિયાના પ્રોકસી સર્વર મારફતે કરાય છે. આ હુમલા ભારે જટીલ હોય છે અને તેના માટેની યોજના ઝીણવટપૂર્વક તૈયાર કરાય છે. આ રીતે હેકરો ચોક્કસ કંપનીઓ અને સેકટરને ટાર્ગેટ બનાવે છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંરક્ષણ સહિત કેટલાક અન્ય ક્ષેત્રોને હેકરો નિશાન બનાવે છે. અનેક ભારતીય કંપનીઓ અને સરકારી વિભાગોને આની ખબર જ પડતી નથી. સાયબર નિષ્ણાતોની મદદ લીધા પછી જ આની જાણ થાય છે.
વીજળી અને વીજ વિતરણ ગ્રિડ, બેન્કિંગ અને ઓઈલ તથા કમ્યુનિકેશન ઉદ્યોગોને સાયબર હુમલાથી ભારે નુકસાન થવાની શક્યતા હોય છે. ચીનના હેકરો ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ભારતીયોના વિચારોને વિકૃત બનાવવાના પણ પ્રયાસો કરે છે. અગાઉ અમેરિકા અને બ્રિટનમાં પણ આ પ્રકારના પ્રયાસ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન