/chinese-hui-muslim-protest-forces-china-government-to-halt-plan-to-demolish-weizhou-grand-mosque
  • Home
  • World
  • અડગ ગણાતી જિનપિંગ સરકારે મુસલમાનોના વિરોધ સામે ઝૂકવું પડ્યું

અડગ ગણાતી જિનપિંગ સરકારે મુસલમાનોના વિરોધ સામે ઝૂકવું પડ્યું

 | 5:04 pm IST

મોટેભાગે ચીનને નાસ્તિક દેશ માનવામાં આવે છે. ઘણાં સમયથી દેશની સરકાર તરફતી ધાર્મિક કર્મકાંડો પર પ્રતિબંધ લગાવવામાં આવતો રહેતો હોય છે. એક અહેવાલ અનુસાર, ચીન સરકાર પોતાના દેશમાં ઈસ્લામને જડમૂળથી નાબૂદ કરવા માંગે છે પરંતુ તેમાં સરકારને મોટી નિષ્ફળતા મળી રહી છે.

ચીન પ્રશાસન નિંક્સિઆ પ્રાંતમાં વિઝાઉમાં આવેલી મોટી મસ્જિદને દૂર કરવાના પ્રયત્ન કરી રહી છે. આ મસ્જિદ HUI મુસલમાનોની છે અને તે ઈગર સમાજ પછી ચીનમાં સૌથી વધુ વસ્તી ધરાવતો મુસ્લિમ સમાજ છે. શુક્રવારે આ મસ્જિદને નષ્ટ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી પરંતુ મોટી સંખ્યામાં HUI મુસલમાનો એકત્ર થયા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો.

નોંધનીય છે કે હાલમાં જ સૌથી મોટી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજી તરફ ચીનનું બંધારણ તમામ ધર્મના પાલનની પરવાનગી આપે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં શરૂ થયેલા હિંસક અને કટ્ટરતા વધવાના કારણે મુસ્લિમ વિસ્તારોમાં મોટા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

આ તરફ ચીન પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, વિઝાઉની મોટી મસ્જિદનું નિર્માણ કરવા માટે જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. જેના કારણે 3 ઓગસ્ટના જ નોટિસ આપવામાં આવી હતી. સરકારે આદેશ આપ્યો હતો કે, મસ્જિદોના મીનારોને બૌદ્ધ પ્રાર્થના સ્થળ પગોડા જેવાં બનાવવામાં આવે અને જેનો મુસ્લિમ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

લોકો તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હેડ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેઓ મસ્જિદને હાથ લગાવશે નહીં, જ્યાંથી સુધી તેમાં ફેરફાર કરી નવો પ્લાન બનાવવામાં ન આવે ત્યાં સુધી. જ્યારે મસ્જિદના નિર્માણમાં વુઝાઉમાં 600 વર્ષ જુની ચીનની સ્ટાઈલમાં મસ્જિદમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે લોકો મસ્જિદના નિર્માણમાં વાંધો ઉઠાવી રહ્યા છે તેઓ 2 વર્ષથી વધુનો સમય લાગ્યો ત્યાં સુધી કેમ વિરોધ કરવામાં આવ્યો ન હતો.

અત્રે નોંધનીય છે કે, યુગર સમાજ વિરૂધ્ધ છેલ્લા ઘણાં સમયથી ચીનની ઓથોરિટી વાંધો ઉઠાવી રહી છે અને તેમની સામે પ્રતિબંધ લગાવ્યો છે. 2015 પછી શી જિનપિંગ સરકારે તમામ ધર્મોને ચીની સંસ્કૃતિને બરાબર લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.