Chinese Labourers Beaten To Pakistan Army Soldiers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિકોને ધોઇ નાંખ્યા, ‘ગુલામ’ ઇમરાન ખાન કંઇ ના બોલી શકયા અને ઉલટાનું…

ચીની મજૂરોએ પાકિસ્તાની સૈનિકોને ધોઇ નાંખ્યા, ‘ગુલામ’ ઇમરાન ખાન કંઇ ના બોલી શકયા અને ઉલટાનું…

 | 10:40 am IST
  • Share

ચીનની ગુલામી પાકિસ્તાનમાં એ હદે છે કે પોતાના સૈનિકો સાથે અભદ્રતા પર પણ ચુપ છે. ઉલટાનું તેમના સૈનિકોને સંયમ વર્તવાની નસીહત આપી દેવામાં આવી રહી છે.

ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ના કામમાં લાગેલા કેટલાંક ચીની મજૂરો દ્વારા પાકિસ્તાની સૈનિકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. આ સંબંધમાં લેફ્ટિનેંટ કર્નલ ઇમરાન કાસિમ એ વરિષ્ઠ અધિકારીઓને પત્ર પણ લખ્યો છે, પરંતુ દોષિત ચીનીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ સેના અને સરકાર સૈનિકોને જ ચુપ કરાવી રહ્યું છે. તેમની તરફથી જવાનોને સંયમ રાખવાની સલાહ અપાઇ છે.

વાત એમ છે કે બહાવલપુર સ્થિત પાકિસ્તાની સેનાની સ્પેશ્યલ સિક્યોરિટી ડિવીઝનના 27મી વિંગના પ્રમુખ ઇમરાન કાસિમ દ્વારા વરિષ્ઠ અધિકારીઓને લખેલો પત્ર મીડિયામાં લીક થઇ ગયો છે. ત્યારબાદથી આ મુદ્દાને લઇ ઘણો વિવાદ થયો છે. જો કે ઇમરાન સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છેકે ચીની નાગરિકોની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી થશે નહીં.

પત્રના મતે ચીની મજૂરો અને સૈનિકોની વચ્ચે ઝપાઝપીની ઘટના 21મી જુલાઇની છે. પાકિસ્તાનના છ સૈનિકોના એક ગ્રૂપને ચાર ચીની સૈનિકોની સુરક્ષાની જવાબદારી સોંપાઇ હતી. આ મજૂર CPECની મેનલાઇન પર કામ કરી રહ્યું હતા જે કરાચી અને પેશાવરને જોડે છે. મજૂરોના લીડર એક ચીનીને છોડી બાકીના સાઇટ પર જવા માંગતા હતા, પરંતુ પાકિસ્તાની સૈનિક તેના માટે તૈયાર નહોતા.

પત્રમાં કહ્યું છે કે કારણ કે સૈનિકોની પાસે કોઇ ટ્રાન્સલેટર નહોતો, આથી પાકિસ્તાન સેનાના પ્રતિનિધિ અસદ અલ્લાહે અનુમતિ માટે આર્મી કેમ્પમાં ફોન કરવાનો નિર્ણય લીધો પરંતુ તેઓ ફોન કોલ કરે એ પહેલાં જ ચીની મજૂરોએ તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી. કર્નલના પત્રમાં ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દીધી છે, પરંતુ વરિષ્ઠ સૈન્ય અધિકારી અને સરકારે તેને નજરઅંદાજ કરી દીધી છે.

પહેલાં પણ સામે આવ્યા છે આવા કિસ્સા

આર્મી હાઇકમાન્ડે ઉલટાનું સૈનિકોને આ પ્રકારની ગતિવિધિઓથી બચવાની સલાહ આપી છે. તેમની તરફથી સ્પષ્ટ નિર્દેશ અપાયો કે ચીની નાગરિકો સાથે કોઇપણ પ્રકારના વિવાદમાં ના પડો. આમ પાકિસ્તાનમાં ચીની નાગરિકોની ઉદ્ધતાઇનો આ કંઇ પહેલો કિસ્સો નથી. 2018મા પણ એક ચીની એન્જિનિયરે પાકિસ્તાની પોલીસકર્મીઓની સાથે અભદ્રતા કરી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં નારાજ ચીની એન્જિનિયર પાકિસ્તાની પોલીસની ગાડીના બોનેટ પર ઉભેલો દેખાયો હતો.

પાકિસ્તાનમાં CPECના મોટાભાગના કર્મચારી ચીની સેના સાથે જોડાયેલા છે અને તેમને માર્શલ આર્ટની સાથો સાથ હથિયાર ચલાવાની ટ્રેનિંગ પણ અપાઇ છે. આથી તેઓ વિવાદની સ્થિતિમાં વધુ આક્રમક થઇ જાય છે.

આ વીડિયો પણ જુઓ : ચીની પ્રોડક્ટના ઈમ્પોર્ટમાં 24%નો ઘટાડો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન