ચીનના મીડિયાની સરકારને સલાહ, ચૂપ રહો અને જોયા કરો, ભારતની પ્રગતિ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનના મીડિયાની સરકારને સલાહ, ચૂપ રહો અને જોયા કરો, ભારતની પ્રગતિ

ચીનના મીડિયાની સરકારને સલાહ, ચૂપ રહો અને જોયા કરો, ભારતની પ્રગતિ

 | 10:36 am IST

ભારત શક્તિશાળી બની રહ્યું હોવાનું ચીને સ્વીકાર્યું છે. આ કારણે જ સત્તાવાર મીડિયાએ ચીન સરકારને સલાહ આપી છે કે ભારતમાં મોટા પાયે વિદેશી રોકાણ થઈ રહ્યું છે અને તેનાથી ઈન્ફ્રાસ્ટ્રકટચર ક્ષેત્રના વિકાસની ક્ષમતામાં અસાધારણ વધારો થશે. આથી ચીને શાંત રહેવું જોઈએ અને નવા યુગમાં વધુ અસરકારક વૃદ્ધિ માટે વ્યૂરચના અંગે કામગીરી શરૂ કરી દેવી જોઈએ.

ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે વિદેશી રોકાણનો ઘસમસતો પ્રવાહ ભારતની અર્થવ્યવસ્થા, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે ભારે મહત્વ ધરાવે છે. ભારતની વૃદ્ધિ પર નજર રાખવા માટે ચીને શાંત રહેવું જોઈએ. વિદેશી રોકાણકારોના આગમનથી ભારતની કેટલીક નબળાઈઓ દૂર થશેઅને તેનાથી ઈન્ફ્રાસ્ટ્રકચરની ક્ષમતા પણ ઘનિષ્ઠ બનશે. આ પ્રક્રિયામાં ચીનની કંપનીઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ચીનની માલિકીના સમાચારપત્રે વધુમાં જણાવ્યું હતું કે ભારત, મ્યાન્માર અને ચીન વચ્ચે ત્રિ-પક્ષીય વાર્તાલાપ ભવિષ્યમાં રસપ્રદ વિષય હશે. કારણ કે તે વેપાર તથા આર્થિક બાબતે વિશેષ મહત્વ ધારણ કરનાર છે. મ્યાન્માર માટે કોઈ જ શત્રુ ન હોવાની નીતિ વ્યૂહાત્મક વિકલ્પ છે. ચીન અને ભારત વચ્ચેના વિવાદને લીધે તેને લાભ થયો છે. ચીન તેની આર્થિક નિર્ભરતામાં ઘટાડો કરવા અને આર્થિક સ્થિતિવમાં વિવિધતા માટે મ્યાન્માર અને ભારત સાથેના તેના સંબંધોને વેગવાન બનાવી રહ્યું છે.
ગ્લોબલ ટાઈમ્સે વિશેષમાં જણાવ્યું હતું કે આ વાસ્તવિકને ધ્યાનમાં લેતાં ત્રિ-પક્ષીય વાર્તાલાપ રસપ્રદ વિષય બનશે. મ્યાન્મારને સેના પ્રમુખની આઠ દિવસની ભારત મુકાલાતને અંતે ચીનના સમાચારપત્રે આ લેખ પ્રસિદ્ધ કર્યો છે.