Chinese mobile companies beat Indian mobile companies
  • Home
  • Business
  • ચીનની મોબાઇલ કંપનીઓએ ભારતીય મોબાઇલ કંપનીઓનો દાટ વાળી, જાણો શું છે કારણ

ચીનની મોબાઇલ કંપનીઓએ ભારતીય મોબાઇલ કંપનીઓનો દાટ વાળી, જાણો શું છે કારણ

 | 1:44 pm IST

સ્માર્ટફોન બજાર ભારતમાં ખૂબજ ફુલ્યુ ફાલ્યું છે. તાજેતરમાં જેના હાથમાં જોવો તેના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે. જેથી દુનિયાની તમામ સ્માર્ટફોન કંપનીઓની નજર ભારતના મોબાઇલ માર્કેટ પર ટકેલી રહે છે. જેમાં ચાઇનિઝ કંપનીઓએ ભારતીય કંપનીઓને માત આપવા અવનવા ફિચર્સ સાથે સસ્તા સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં ઠાલવી દિધા છે. જેથી હવે ભારતીય સ્માર્ટફોન યુઝર્સને ચીનની કંપનીઓના સ્માર્ટફોન નવી ટેક્નોલોજી સાથે સસ્તી કિંમતે મળી રહે છે. જેથી ચીનની મોબાઇલ કંપનીઓએ ભારતીય મોબાઇલ કંપનીઓનો દાટ વાળી દીધો છે.

ઉલ્લેખનિય છે કે માઇક્રોમેક્સ, ઇન્ટેક્સ, લાવા અને કાર્બન કંપનીઓનો બિઝનેસ માત્ર ૩ ટકા પૂરતો મર્યાદિત થઈ ગયો છે. આ ચારેય કંપનીઓ બંધ થવાને આરે આવી પહોંચી છે. આ ચાર કંપનીઓ પૈકી બે કંપનીઓ લાવા અને ઇન્ટેક્સે તો મોબાઇલ ઉત્પાદનમાંથી પોતાના હાથ ખંખેરી લીધા છે. ઇન્ટેક્સે પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને તાળું મારી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશની મોબાઇલ કંપની ઇન્ટેક્સ ગ્રેટર નોઇડામાં પોતાના પ્લાન્ટને વેચી રહી છે.

અચરજની વાત એ છે કે કંપનીએ 2૦ એકરમાં પ્લાન્ટ સ્થાપવા થોડા મહિનાઓ પૂર્વે જ રૂ.5૦૦ કરોડ ખર્ચ કર્યો હતો. આ પ્લાન્ટમાં મોબાઇલ ફોન, હોમ એપ્લાયન્સિસ અને કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદનની યોજના હતી. આ માટે રૂ.1,5૦૦ કરોડનું રોકાણ કરવાનું વિચારાયું હતું. ઇન્ટેક્સના ડાયરેક્ટર કેશવ બંસલે પ્લાન્ટના વેચાણ બાબતે સમર્થન આપ્યું હતું પરંતુ સાથોસાથ જણાવ્યું હતું કે કંપની હેન્ડસેટનું ઉત્પાદન કરે છે.

જોકે, પહેલાં જેવું કામ કંપની પાસે હવે રહ્યું નથી. લાવા અને માઇક્રોમેક્સ કંપનીઓની વાત કરીએ તો તેમણે બીજા ક્ષેત્રો ઉપર નજર દોડાવવાની શરૂઆત કરી છે. લાવા હવે ફીચર ફોનના ઉત્પાદન સાથોસાથ વિતરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે કંપનીએ ચીનની ઓનર કંપની સાથે વાટાઘાટ કરી છે. માઇક્રોમેક્સ કંપની કન્ઝયૂમર ડયૂરેબલ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચીનની મોબાઇલ કંપનીઓએ ભારતના 65 ટકા માર્કેટ ઉપર કબજો જમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન