Chinese Navy Will Do Joint Naval Operation With Malaysia And Thailand Close To India
  • Home
  • Featured
  • ખંધા ચીનની નવી ચાલ, સમુદ્રમાં ભારતથી હાથવેંત જ દૂર રહેશે તેનું નૌકાદળ

ખંધા ચીનની નવી ચાલ, સમુદ્રમાં ભારતથી હાથવેંત જ દૂર રહેશે તેનું નૌકાદળ

 | 12:32 pm IST

ડોલકામને લઈને સર્જાયેલા પડઘા હજી તો માંડ શાંત પડ્યાં છે ત્યારે ભારત અને ચીન હવે સમુદ્રમાં સામ-સામે આવે તેવી શક્યતા છે. ભારતને ઘેરવા ચીને એક નવો ખેલ રચ્યો છે. આ કામમાં મલેશિયાએ પણ ચીનને સાથ આપીને ભારતને આંચકો આપ્યો છે. આમ ચીનનું નૌકાદળ ભારતના સમુદ્ર કિનારાથી અત્યંત નજીકના અંતરે આવી જશે.

ચીન આગામી શનિવારથી 9 દિવસ માટે સંયુક્ત નૌસેના અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યું છે. ચીના સંરક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે ચીનને આ કામમાં મલેશિયા અને થાઈલેન્ડ સાથ આપશે. ચીન આ અભ્યાસ પોતાની નૌસેનાને મજબુત કરવા માટે કરી રહ્યું છે. આ અભ્યાસ પર ભારતની નજર છે. આ સભ્યાસ સ્ટ્રેટ ઓફ મલાક્કામાં યોજાશે. મલેશિયા પાસે આવેલુ આ સ્થળ નિકોબાર દ્વીપથી માત્ર એક હજાર કિલોમીટર જ દૂર છે. અહીં ભારતીય નેવીનું એક એર સ્ટેશન પણ આવેલુ છે.

મલેશિયાએ ભારતને આપ્યો ઝાટકો

ખાસ વાત એ છે કે ચીનને આ કામમાં મલેશિયા પણ તેને સાથ આપી રહ્યું છે. મલેશિયાનું આ પગલું ભારત માટે આઘાતજનક છે. કારણ કે હજી થોડા સમય પહેલા જ મલેશિયાએ ભારત સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ માનવામાં આવતું હતું કે મલેશિયાના સંબંધો આશિયાન સાથે વધુ ગાઢ બનશે.

દરિયામાં શું શું ઉતારશે ચીન

ચીન આ અભ્યાસમાં 3 યુદ્ધ જહાજો, 2 જહાજ પરથી ઉડાન ભરી શકવામાં સક્ષમ હેલિકોપ્ટર, 3 IL-76 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ અભ્યાસ 3 દિવસ ચાલશે જેમાં 692 જવાનો ભગા લેશે. ચીને આ અભ્યાસની પીસ એંડ ફ્રેંડશિપ 2018 નામ આપ્યું છે. આ અભ્યાસ સાઉથ ચાઈના ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે છે તેમ ડ્રેગનનું કહેવું છે.

ભારત માટે આ જગ્યા ખુબ જ મહત્વની

ચીને આ અભ્યાસ માટે પસંદ કરેલી જગ્યા ભારત માટે વ્યુહાત્મક દ્રષ્ટિએ ઘણી જ મહત્વની છે. આ જગ્યા મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડને જોડે છે. આ જગ્યા સાઉથ ચાઈના સી નહીં પરંતુ આંદમાન નિકોબારને સાઉથ ચાઈના સી સાથે જોડી દે છે. તેવી જ રી 500 માઈલનો આ ઘેરાવો મહત્વપૂર્ણ ટ્રેડ રૂટ પણ છે. અહીંથી જ ભારત અને આશિયાન દેશોના વ્યાપારની સાથો સાથ ચીની જહાજોનો આવવા જવાનો રસ્તો પણ છે. આમ ચીનની આ ચાલ ભારત માટે ઘણી મહત્વની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન