ચીનાઓએ નવાં રાખનાં રમકડાં પેદાં કર્યાં : વાનરો ક્લોન કરીને દુનિયાને ડરાવી દીધી - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ચીનાઓએ નવાં રાખનાં રમકડાં પેદાં કર્યાં : વાનરો ક્લોન કરીને દુનિયાને ડરાવી દીધી

ચીનાઓએ નવાં રાખનાં રમકડાં પેદાં કર્યાં : વાનરો ક્લોન કરીને દુનિયાને ડરાવી દીધી

 | 3:25 am IST

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

માનવી અને તેની સાથે સૌથી વધુ મળતાં આવતાં પ્રાણી (પ્રાઇમેટ) અથવા વાનરને સ્ટેમસેલ ટેકનોલોજી વડે પ્રયોગશાળામાં પેદા કરીને ચીને વિજ્ઞાાનમાં એક મહત્ત્વની સિદ્ધિ જરૂર હાંસલ કરી છે અનેે સાથે દુનિયાને મહત્ત્વની ચિંતા પણ આવી છે. બે દશક અગાઉ સ્કોટલેન્ડના વિજ્ઞાાનીઓએ લેબોરેટરીમાં ડોલી નામની ઘેટી પેદા કરી ત્યારે જગતને માનવજાત માટે ચિંતા થઇ પડી હતી. કોઇપણ જીવના એક કોષ (સેલ)ના જીનને લેબોરેટરીમાં સ્વીચ ઓન અને સ્વીચ ઓફ્ કરીને બીજા જીવ પેદા કરવાનું એ રીતે શક્ય બન્યું છે જે રીતે કારખાનામાં બીજી કોઇ વસ્તુઓ પેદા કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં સ્ત્રી-પુરુષોના સંબંધો, પ્રજોત્પતિ માટે શારીરિક સંબંધ, કુટુંબજીવન, સમાજજીવન જેવી અનેક બાબતોનો એકડો કાઢી નાખવાની તાકાત રહેલી છે. આ રીતે માનવીનું સર્જન થવા માંડે તો આત્મા, નસીબ, કર્મફ્લ, બુદ્ધિ વગેરે ઘણી બાબતોમાં જૂની માન્યતાઓ અને વિચારોનો છેદ ઊડી જશે. માનવશરીર એ લેબોરેટરીમાં પેદા કરવામાં આવેલા રોબોટથી વિશેષ કંઇ નથી એવી ભાવનાની શરૂઆત થશે ત્યારે અનેક પ્રકારની સામાજિક ઊથલપાથલની શક્યતા પણ રહે છે. સર્જન થયું ત્યારે જ જગતને બોટલમાંથી બહાર નીકળી ગયેલું જીન ભવિષ્યમાં કેવું ભયાવહ સાબિત થઇ શકે છે તેનો ખ્યાલ આવી ગયો હતો. ર્ધાિમક વડાઓએ, રાજકીય નેતાઓએ અને વિજ્ઞાાનીઓએ નક્કી કર્યું કે જીનને બોટલમાં જ પૂરી રાખવું. એવા પ્રયોગો તરફ્ આગળ ન વધવું જેમાં અંતતોગત્વા માનવી લેબોરેટરીમાં રમકડાંની માફ્ક પેદા થાય. સમજૂતીઓ થઇ છતાં એ ડર હતો કે કોઇની આમાન્યામાં નહીં રહેતા ચીન, રશિયા જેવા દેશો અને ગુપ્ત લેબોરેટરીઓ ચલાવતા વિજ્ઞાાનીઓ છાનેખૂણે સમજૂતીનો ભંગ કરીને માણસની પ્રતિકૃતિઓ લેબોરેટરીમાં તૈયાર કરશે. એ ડર સાચો પડયો છે.

ચાઇનીઝ એકેડેમી ઓફ્ સાયન્સીઝના ઉપક્રમે ચીની વિજ્ઞાાનીઓની ટીમે કલોન કરેલા વાનરોના બે બચ્ચાંના જન્મની જાહેરાત કરી છે. ઝોંગ ઝોંગ નામનું બચ્ચું બે મહિનાનું અને હુઆ હુઆ દોઢ મહિનાનું થયું છે. આ બચ્ચાં પ્રકૃતિ, સ્વભાવ અને શરીરથી એકબીજાની ટ્રુ કોપી છે. માનવસદશ પ્રાણીનાં લેબોરેટરીમાં સર્જનની આ પ્રથમ ઘટના છે. એટલું જ નહીં, પ્રાઇમેટની એક સાથે બે નકલ પ્રથમવાર પેદા કરવામાં આવી છે. એક જ કોષ (સેલ)માંથી તેઓ પેદા થયા છે અને એ જ કોષના બીજા બચ્ચાંઓ જન્મવાની તૈયારીમાં છે.

ક્લોનિંગ ટેકનોલોજીમાં ચીની વિજ્ઞાાનીઓએ સોમેટિક સેલ ન્યુકિલઅસ ટ્રાન્સફ્ર (એસસીએનટી) પદ્ધતિ અજમાવી હતી. કોષના મૂળ તત્ત્વ (ન્યુક્લિઅર)ને તેના ડીએનએ સાથે કોષમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. બીજા એક સ્ત્રીબીજમાંથી તેનું તત્ત્વ અથવા ગર્ભભાગ દૂર કરવામાં આવે છે અને એ બીજના ખાલી પડેલા પોલાણમાં કોષમાંથી મેળવેલા તત્ત્વને ગોઠવી દેવામાં આવે છે. પછી તેને પ્રાણીના ગર્ભાશયમાં બેસાડીને વિકસવા દેવામાં આવે છે.

દુનિયામાં નૈર્સિગક રીતે જન્મતા કોઇ બે પ્રાણીઓ કે જીવો એક સરખા હોતા નથી. જોડિયા ભાઇ-બહેનો પણ અમુક વિગતોમાં એકબીજાથી અલગ હોય છે. ફ્લિત સ્ત્રીબીજનું વિભાજન થઇ જાય અને તેનાથી જોડિયા બાળકો પેદા થાય તેમાં સૌથી વધુ સમાનતા હોય છે. પણ એ ઘટના દુર્લભ છે. ક્લોનિંગ પદ્ધતિથી આઇફેન-ટેનની માફ્ક તમામે તમામ દોકડા એક સરખા હોય તેવી હજારો જીવઆવૃત્તિઓ પેદા કરી શકાય છે. એક મજાની અને નવતર બાબત એ છે કે તમામ પ્રકારના જીવનું ક્લોનિંગ એક સરખી પદ્ધતિથી થઇ શકતું નથી. જે પદ્ધતિથી ડોલી પેદા થઇ હતી તે પદ્ધતિથી પ્રાઇમેટ પેદા થઇ ન શકે, પણ તે ટેકનોલોજીમાં ફેરફરો કરીને ચીની વિજ્ઞાાનીઓ પ્રાઇમેટ પેદા કરવામાં સફ્ળ રહ્યા છે એ તેઓની સિદ્ધિ છે. પરિણામે હવે લેબોરેટરીમાં માણસ પણ પેદા કરી શકાશે. આ સિદ્ધિ જ ડરાવનારી છે, છતાં તેની કેટલીક ફયદાકારક બાબતો પણ છે.

નૈર્સિગકપણે જન્મેલા દરેક જીવની પ્રકૃતિ એક સરખી નથી તેથી દવાઔષધિ, હવામાન વગેરેની તેઓ પર અલગ અલગ અસર પડે છે. એક વ્યક્તિને આનંદ અપાવે તેવી દવા બીજી વ્યક્તિના શરીરમાં સખત રિએકશન પેદા કરે છે. આવી દવાઓની ટ્રાયલ વખતે તેમની અસરકારકતા બરાબર માપી શકાતી નથી. પણ સરખા ક્લોન કરેલા ડઝનબંધ કે સેંકડો પ્રાણીઓ પર દવાની ટ્રાયલ લઇને તેનું ચોક્કસ સ્ટાન્ડર્ડ સ્થાપી શકાય. ચીની વિજ્ઞાાનીઓએ વાનરને ક્લોન કરવા બદલ આવી જ દલીલ દુનિયા સમક્ષ રજૂ કરી છે, પણ તે સાવ સાચી નથી. ચીનાઓએ જાહેર કર્યું છે કે ઔષધીય પ્રયોગો માટે એક સ્ટાન્ડર્ડ મોડેલ મેળવવા સિવાય અમારો કોઇ બીજો ઇરાદો નથી, પણ દુનિયાને આ વાત ગળે ઊતરતી નથી.

સ્ટેમસેલ ટેકનોલોજીની શાખા સમાન જીન-એડિટિંગ ટેકનોલોજી છે. પ્રયોગશાળામાં જીવના જીનને અલગ પાડી તેમાં સુધારાવધારા કરવામાં આવે છે. તેમાં બીજા જીનના ગુણ પણ ઉમેરી શકાય. માણસને બીમાર પાડે, ભાવુક, લાગણીશીલ અને દયાળુ બનાવે તેવા ગુણ દૂર કરી તેના બદલે માણસને સ્નાયુ અને મગજની તાકાત વડે ખૂબ મજબૂત, ચપળ અને ક્રુર બનાવે તેવા ગુણનું આરોપણ થઇ શકે. જીન-એડિટિંગ ખેતીના પાકોમાં અને માણસ સિવાયના અન્ય પ્રાણીઓના કિસ્સામાં થયું પણ છે. જીએમ રીંગણ કે જીએમ કપાસ એ જીન-એડિટિંગની જ દેન છે. જીએમ કપાસના બીમાં જ એવા ગુણ ઘુસાડવામાં આવે છે કે તે રોગ સામે ટકી રહે, ઓછા પાણીથી ચાલે, જલદી પાકે, સારી ગુણવત્તાનું રૂ આપે વગેરે. માણસ કે કૂતરાં, બિલાડાંના જીનમાં મૂળ સારા ગુણોનું સંવર્ધન કરવામાં આવે અને બીજા નવા ઉમેરવામાં આવે તો અજેય સૈનિકો, તેજસ્વી વિજ્ઞાાનીઓ, ખૂંખાર કૂતરાં, દૂધાળાં જાનવરો વગેરે પેદા કરી શકાય. ચીન આ પ્રકારના સૈનિકો અને પ્રાણીઓ પેદા કરવા માગે છે તેવા સમાચાર આજકાલ ગાજી રહ્યા છે. સન ૨૦૨૫ સુધીમાં ચીન દુનિયાની નંબર વન લશ્કરી તાકાત બનવા માગે છે પણ જીન-એડિટિંગની તકનીક આટલી ઝડપથી ધાર્યા પરિણામો આપવાની નથી કે ચીન ઝડપથી સુપરહ્યુમન સોલ્જરો પેદા કરી શકે. આજે સંખ્યાબંધ સુપરહ્યુમન જન્માવી શકાય તો પણ ૨૦૩૫ સુધીમાં તેઓ સત્તર વરસના થાય. પણ ટેકનોલોજી એટલી બાળઅવસ્થામાં છે કે તેના ખતરાઓ જાણવામાં જ અનેક દાયકાઓ લાગી જવાના છે. પ્રથમ તો સુપર-એનિમલ્સ પેદા કરીને પ્રયોગો થશે. ચીને વાનર ઉપરાંત ગાય, ભેંસ, ઘોડા, બકરી, કૂતરાં વગેરે વીસ જાતના પ્રાણીઓ સ્ટેમસેલ ટેકનોલોજી વડે લેબોરેટરીમાં પેદા કર્યાં છે પણ જીન-એડિટિંગ એ ખૂબ વધારે સમય માગી લેનારી પ્રવૃત્તિ છે. અહેવાલો છે કે ચીન, અમેરિકા અને બીજા દેશોમાં પણ ગુપ્ત રીતે માણસનું ક્લોનિંગ થઇ રહ્યું છે. ક્લોનિંગ ટેકનોલોજીમાં એવું છે કે જેવું પાણી કૂવામાં હોય તેવું હવાડામાં આવે. શાહરૂખના જીનનું ક્લોનિંગ થાય તો તેની નકલો શાહરૂખ જેવી જ બને. બધા દુર્ગુણો અને સગુણોનું પેકેજ સાથે આવે. જોઇએ એટલા શાહરૂખ પેદા કરી શકાય એટલે ડિમાન્ડ અને સપ્લાયના નિયમ મૂજબ એવી ટેલેન્ટોની કોઇ ખાસ કિંમત ન રહે. લાખો ઐશ્વર્યાઓ પેદા થાય તો રૂપની કદર પણ જતી રહે.

સુપર-ઇન્ટેલિજન્ટ હ્યુમન સામાન્ય માનવીના કાબૂમાં રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આજે ડર છે કે આર્િટફ્િશિયલ ઇન્ટેલિજન્સ (એઇ : કૃત્રિમ બુદ્ધિ) ધરાવતા રોબોટ પણ માણસના કાબૂમાં રહેવાના નથી તો પછી સુપરહ્યુમનનું પૂછવું જ શું ? જોકે ભૂતકાળમાં વિજ્ઞાાને ભવિષ્યના જે જે ડર બતાવ્યા હતા તે બધા સાચા પડયા નથી, છતાં ક્લોનિંગ અને જીન-એડિટિંગની શક્યતાઓ અમાપ છે. કુદરતી રીતે જન્મેલા લોકો અને સુપરહ્યુમન વચ્ચે સંઘર્ષ થઇ શકે. નવો વર્ગવિગ્રહ અને ભેદભાવ પેદા થાય. દેશી અને હાઇબ્રિડ બિયારણ અને પાક વિશે આજે જે ભેદભાવ જોવા મળે છે તે રીતે. આ ક્ષેત્રમાં ધીમેધીમે થઇ રહેલી મજબૂત પ્રગતિ પણ ડરને વધુ સકારણ બનાવે છે.

ક્લોનિંગથી એક સરખા માનવીય મોડેલનું ઉત્પાદન (હા, ઉત્પાદન) શક્ય બનશે ત્યારે આત્મા, પરમાત્મા, વિધિના લેખ, કર્મનાં ફ્ળો, વ્યક્તિના નસીબ જેવી અનેક બાબતો વિજ્ઞાાનની ચકાસણીમાં મૂકાશે. તેનાં જે કંઇ પરિણામો હશે તે ચોંકાવનારા હશે. આજે માનવી જે બાબતોને ગંભીર ગણીને લડતો રહે છે તે ભવિષ્યમાં ફીજુલ પુરવાર થશે. સ્થાપિત ધર્મો અને વિજ્ઞાાન વચ્ચેનું યુદ્ધ પુરબહારમાં જામશે. શરૂઆત થઇ ચૂકી છે. વાનરોના ક્લોનિંગના અનુસંધાને ખ્રિસ્તીઓના વડા મથક વેટિકન દ્વારા ચીનની ટીકા કરવામાં આવી છે. વેટિકનના બાયોએથિક્સ વિભાગના વડા મોન્શે વિન્સેન્ઝો બોલ્યા છે કે કુદરતી પ્રક્રિયા અને વ્યવસ્થા સાથે છેડાં કરીને વિજ્ઞાાનીઓ ભવિષ્યમાં માનવજાત માટે આફ્ત નોતરી રહ્યા છે. એમણે કહ્યું કે જે કંઇ શક્ય બને છે તે બધું જ યોગ્ય હોય તેવું નથી.