હવે ચીનમાં પોલીસો પહેરશે આધુનિક 'ચશ્માં', કંઇક આ રીતે કરશે અપરાધીઓની ધરપકડ - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • હવે ચીનમાં પોલીસો પહેરશે આધુનિક ‘ચશ્માં’, કંઇક આ રીતે કરશે અપરાધીઓની ધરપકડ

હવે ચીનમાં પોલીસો પહેરશે આધુનિક ‘ચશ્માં’, કંઇક આ રીતે કરશે અપરાધીઓની ધરપકડ

 | 7:37 pm IST

આ હિટ એન્ડ રનના મામલે આરોપી હતા અને પોલીસની પકડથી બહાર હતા. ચશ્માંના સ્કેનરમાં આવતાં જ તેમનો ડેટાબેઝ મળ્યો અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ચીનની પોલીસે કેટલાક સમય અગાઉ ગોગલ્સ પહેરવાનાં શરૂ કર્યાં છે. આ ચશ્માં ફેશિયલ રેક્ગ્નિશન ટેક્નિક ધરાવે છે, જે પલકારામાં શંકાશીલ વ્યક્તિ સાથે સંકળાયેલી બધી જાણકારી આપી દે છે.

આને લીધે સંદિગ્ધોને સરળતાથી પકડી શકાય છે. જોકે આ ટેક્નિકનો અમુક જણા વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ટેક્નિક સરકારને વધુ શક્તિશાળી બનાવી દેશે. કેટલાંક લોકોનું માનવું છે કે સત્તાધારી નેતા આ ટેક્નિકનો ઉપયોગ રાજકીય પ્રતિદ્વંદ્વીઓને વેતરી નાખવા કે પછી દેશના અલ્પસંખ્યક સમુદાયને હેરાન કરવા માટે કરી શકે છે.

જોકે પોલીસ આ ચશ્માંનો ઉપયોગ ભીડભાડવાળા રેલવેસ્ટેશન અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં કરી રહી છે. આ ચશ્માં દ્વારા પોલીસે ૨૬ એવાં લોકોની ઓળખ કરી છે જે ફેક આઈડીનો ઉપયોગ કરી રહ્યાં છે. ચશ્માં કેવી રીતે કામ કરે છે? પોલીસને જે ચશ્માં આપવામાં આવ્યાં છે એની જમણી બાજુ એક નાનો કેમરો લાગેલો છે.

આ કેમેરાથી પોલીસ શંકાશીલનો ફોટો લે છે અને પછી એ તસવીરને ઇન્ટરનેશનલ ડેટાબેઝ સાથે જોઇન્ટ કરવામાં આવે છે. એના માટે એક મોબાઇલ જેવું ડિવાઇસ પોલીસઅધિકારી પાસે હોય છે, જેમાં અપરાધીની તસવીર એપ દ્વારા ડેટાબેઝ સાથે જોઇન્ટ કરવામાં આવે છે. ડેટાબેઝ સાથે જોઇન્ટ થઈ ગયા બાદ વ્યક્તિનું નામ અને તેનું સરનામું મળી જાય છે અને પોલીસ તેને પકડી લે છે.

આમ પણ આવનારાં ત્રણ વર્ષમાં ચીન દુનિયાની સૌથી મોટી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ બનાવી રહ્યો છે. એના માટે દેશમાં ૬૦ કરોડથી પણ વધુ કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. આમાંથી ઘણાખરા કેમેરા ફેશિયલ રેક્ગ્નિશન ટેક્નિકથી સુસજ્જ હશે.