Chinese President Xi Jinping may be attend BRICS Summit 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીને ગઇકાલે ‘મિત્રતા’ દેખાડી ભારતને કરી દીધું સ્તબ્ધ, અચાનક ડ્રેગનની દોસ્તીનું કારણ છે શું?

ચીને ગઇકાલે ‘મિત્રતા’ દેખાડી ભારતને કરી દીધું સ્તબ્ધ, અચાનક ડ્રેગનની દોસ્તીનું કારણ છે શું?

 | 9:56 am IST
  • Share

ભારત-ચીન સરહદ (India-China Border) પર અંદાજે 11 મહિના સુધી ભારે તણાવ રહ્યો. પહેલાં પેંગોંગ ઝીલ (Pangong Lake) અને પછી અન્ય જગ્યાઓથી ડિસએન્ગજમેન્ટ (Diengagment)ના રિપોર્ટસની વચ્ચે ચીન (China)ના તેવર બદલાઇ ગયા છે. તેની વાતોમાં હવે ‘સહયોગ’, ‘માનવતા’ જેવા શબ્દો આવવા લાગ્યા છે. સોમવારના રોજ ચીને એ કહેતા ભારતમાં થનાર બ્રિક્સ સંમેલન (BRICS Summit)નું સમર્થન કર્યું કે તેઓ ભારત અને બીજા સભ્ય દેશોની સાથે મળીને ‘વિભન્ન ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા’ માંગે છે.

જો આવનારા થોડાંક મહિનાઓમાં કોવિડ મહામારીમાંથી ઉપજેલી પરિસ્થિતિઓ કાબૂમાં આવી ગઇ તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) પણ ભારત આવી શકે છે. જો આમ થાય છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે તેમની મુલાકાતની પણ સંભાવના છે. ચીની વિદેશ મંત્રાલયે સોમવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે ચીન બ્રિક્સને ખૂબ જ મહત્વ આપે છે અને તેના દ્વારા રણનીતિક ભાગીદારી વધારવા પક્ષધર છે. ચીને કહ્યું કે તેઓ બ્રિક્સ દેશોની વચ્ચે એકજૂથતા અને સહયોગને મજબૂત કરવા માંગે છે.

સંવાદ અને સહયોગ વધારવા માંગે છે ચીન’

સરહદ પર જે સ્થિતિ છે તેની સંમેલન પર અસર પડશે કે નહીં? આ પ્રશ્નના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને કહ્યું કે ભારતના આ વર્ષના બ્રિક્સ સંમેલનના આયોજનનું ચીન સમર્થન કરે છે. (ચીન) ભારત અને અન્ય બ્રિક્સ દેશોની સાથે વિભિન્ન ક્ષેત્રોમાં સંવાદ અને સહયોગ વધારવા માંગે છે. અર્થતંત્ર, રાજનીતિ અને માનવતાના ‘ત્રણ પૈડાવાળી પહેલ’ને પણ મજબૂત કરવા માંગે છે.

વાંગ એ કહ્યું કે બ્રિક્સ વૈશ્વિક અસર પાડનાર નવા બજાર દેશો અને વિકાસશીલ દેશોનું સહયોગ તંત્ર છે. બીજીબાજુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિક્સ દેશોની એકજૂથતા વધી રહી છે, વ્યવહારિક સહયોગ ઉંડો થઇ રહ્યો છે અને પ્રભાવ સતત વધી રહ્યો છે, હવે આ આંતરરાષ્ટ્રીય બાબતોમાં એક સકારાત્મક, સ્થિર અને રચનાત્મક શક્તિ બની ગઇ છે.

ભારતને આ વર્ષે 2021 માટે બ્રિક્સની અધ્યક્ષતા મળી છે અને તે સંમેલન આયોજીત કરશે. 19મી ફેબ્રુઆરીના રોજ વિદેશ મંત્રી એસ.જયશંકરે નવી દિલ્હી સ્થિત સુષ્મા સ્વરાજ ભવનમાં BRICS 2021ની વેબસાઇટ લોન્ચ કરી હતી.

સંબંધો પર જામેલ બરફ પીગળવાનો શરૂ?

ચીને બ્રિક્સ દેશોનું સંમેલન એવા સમયમાં કર્યું છે જ્યારે સરહદ પર તેની સેના પગ પાછા ખેંચી રહી છે. બંને દેશોના સૈન્ય કમાન્ડર્સની વચ્ચે થયેલ સમજૂતી અનુસાર બોર્ડર પર તણાવ પહેલાંવાળી સ્થિતિ ફરીથી સ્થાપિત કરવાની કોશિષો થઇ રહી છે. જો કે ચીનના દરેક પગલાંને ભારત ખૂબ જ સાવધાનીથી જોઇ રહ્યું છે. સામરિક ક્ષેત્રની અસર વ્યાપારિક અને રાજકીય ક્ષેત્રો પર પણ પડી રહી છે. ચીનથી આવેલા વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)ના મોટા પ્રસ્તાવોની બારીકાઇથી તપાસ પરખાશે. તેના માટે એક કોઑર્ડિનેશન કમિટી પણ બનાવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : 6 મનપાની ચૂંટણીનું પરિણામ, કોંગ્રેસ કરતા ભાજપ આગળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન