ચીનના રાષ્ટ્રપતિનો જૂતા ખરીદતો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાઇરલ - Sandesh
  • Home
  • Videos
  • ચીનના રાષ્ટ્રપતિનો જૂતા ખરીદતો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાઇરલ

ચીનના રાષ્ટ્રપતિનો જૂતા ખરીદતો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાઇરલ

 | 4:51 pm IST

સોશિયલ મીડિયા પર ચીનના રાષ્ટ્ર પતિ શી જિનપિંગનો એક વિડીયો જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક જૂતા વેચનારી મહિલાને મળ્યાં હતા. મહિલા તેમને મફતમાં જૂતા લેવા માટે વિનંતી કરે છે, પરંતુ તેઓ પૈસા આપે છે. કહે છે કે કોઇ પાસેથી મફતમાં વસ્તું ના લેવાય અને તેમને કોઇની દયા સ્વીકાર કરવાનું પણ પસંદ નથી. ચાઇના ગ્લોબલ ટેલીવિઝન નેટવર્કે પોતાના ફેસબુક પેજ પર તુરંત જ આ વિડીયો અપલોડ કર્યોને વાયરલ થઇ ગયો

જોકે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિચુઆન પ્રાંતના જંકી ગામની મુલાકાતે ગયા હતાં. તે દરમિયાન રાષ્ટ્રપતિ હસ્તનિર્મિત કૈનવાસના જૂતાની દુકાનનું નિરીક્ષણ કરવા પહોચ્યાં હતાં. આ દરમિયાન મહિલા વિક્રેતાએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મફતમાં એક જોડી જૂતા લેવાની વિંનતી કરી. પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગે મફતમાં જૂતા લેવાનું ના કહ્યું અને તે મહિલાને પૂરા પૈસા આપ્યાં.