"પાકિસ્તાનમાં ચીનના કેદીઓ બનાવી રહ્યાં છે CPEC" - Sandesh
  • Home
  • World
  • “પાકિસ્તાનમાં ચીનના કેદીઓ બનાવી રહ્યાં છે CPEC”

“પાકિસ્તાનમાં ચીનના કેદીઓ બનાવી રહ્યાં છે CPEC”

 | 4:25 pm IST

પાકિસ્તાનના એક સાંસદે ચીનની મહત્વાકાંક્ષી યોજના સીપીઈસીને લઈને આશ્ચર્ય પમાડનારૂં નિવેદન કર્યું છે. સાંસદનો દાવો છે કે 50 અરબ ડૉલરના આ પ્રોજેક્ટને સમય કરતા વહેલો પૂર્ણ કરવા ચીન પોતાના કેદીઓની મદદ લઈ રહ્યું છે. સાંસદનું કહેવું છે કે આ કામ માટે ચીને પોતાના કેદીઓને મજૂર બનાવીને પાકિસ્તાન મોકલી આપ્યાં છે, જેનાથી પાકિસ્તાનના નાગરિકોની સુરક્ષાને ખતરો ઉભો થયો છે.

આ આરોપ ખુદ પાકિસ્તાનના સાંસદ નવાબ મોહમ્મદ યુસુફ તલપુરે લગાવ્યો છે. નવાબ વિરોધી રાજકીય પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ છે. સંસદીય કમિટી સમક્ષ યુસુફે કહ્યું હતું કે, મને જાણકારી મળી છે કે ચીનની જેલોમાંથી કેદીઓને અહીં લાવીને સડકો બનાવવામાં આવી રહી છે. તે લોકો ગુનાહીત કૃત્યોમાં સામેલ છે, જેનાથી દેશની સુરક્ષા પર ખતરો વધી ગયો છે. મને લાગે છે એક આ બાબતને લઈને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ.

યુસુફના જણાવ્યા પ્રમાણે, તેમને એક અધિકારી પાસેથી આ જાણકારી મળી હતી. યુસુફે સંસદીય કમીટી સામે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન સરકારે ચીન સાથે જરૂર કોઈ ગુપ્ત સમજુતી કરી હશે. નહીંતર કોઈ દેશ પોતાના કેદીઓને મોકલીને આવી રીતે કામ ન કરાવી શકે.

જોકે આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. જોકે તેમણે એટલું જરૂર કહ્યું હતું કે, ચીનથી આવેલા કર્મચારીઓને સુરક્ષાના ઘેરામાં જ રાખવામાં આવે છે.