અરૂણાચલ પ્રદેશમાં 1Km અંદર ધુસી ચીની ટીમ, સામાન છોડીને ભાગી - Sandesh
  • Home
  • India
  • અરૂણાચલ પ્રદેશમાં 1Km અંદર ધુસી ચીની ટીમ, સામાન છોડીને ભાગી

અરૂણાચલ પ્રદેશમાં 1Km અંદર ધુસી ચીની ટીમ, સામાન છોડીને ભાગી

 | 11:17 pm IST

ચીને ફરી એકવાર ભારતીય સરહદમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચીનની સડક નિર્માણ કરતી એક ટીમ ભારતના અરૂણાચલ પ્રદેશના તૂતિંગ વિસ્તારમાં લગભગ એક કિલોમીટર અંદર સુધી ઘુસી આવી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના ગત સપ્તાહે ઘટી હતી અને ભારતીય સૈન્યએ ચીની ટીમને પરત તેના વિસ્તારમાં ધકેલી દીધી હતી.

ચીનની સિવિલિયન ટીમ ટ્રેક અલાઈનમેંટ માટે ભારતીય સરહદમાં ઘુસી આવી હતી અને ભારતીય સૈન્યનો સામનો થતા પરત ફરી હતી. ચીનની ટીમ રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો પણ ભારતીય સરહદમાં જ છોડી પરત ફરી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ચીનની સિવિલિયન ટીમ ઉપરાંત વરદીધારી સૈનિકો પણ હતાં.

28 ડિસેમ્બરે ઈંડિયન બોર્ડર પેટ્રોલિંગ ટીમે ચીનની એક ટીમને અરૂણાચલ પ્રદેશના તૂતિંગ વિસ્તારમાં ટ્રેક અલાઈનમેંટ કરતા જોઈ હતી. જોકે આ વખતે ડોકલામમાં ઘટી હતી તેવી બંને દેશોના સૈનિકો સામ સામે આવી ગયાની સ્થિતિ સર્જાઈ ન હતી અને નિર્ધારીત પ્રક્રિયા અંતર્ગત મામલો ઉકેલાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના 28 ડિસેમ્બરની છે. 73 દિવસ ચાલેલા ડિકલામ વિવાદ ઉકેલાયાના લગભગ 4 મહિનાસ બાદ ફરી ચીન તરફથી આ પ્રકારની ઘટના ઘટી છે.

જ્યારે સ્થાનિક ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે ચીનના સૈનિકો પણ સડક નિર્માણ કામમાં શામેલ હતાં. ભારતીય સુરક્ષાબળે તેમને તૂતિંગ સબડિવિઝન બિસિંગ ગામ નજીક હલચલ કરતા જોયાં હતાં. ભારતીય સૈનિકોએ તત્કાળ પગલાં ભરતાં ચીનની ટીમના રોડ બનાવવાના ઉપકરણો સીલ કરી દીધાં હતાં. ઘટનાસ્થળેથી લગભગ 7 -8 કિલોમીટરનો એરિયલ ડિસ્ટેંસ સિયાંગ નદીના કિનારે ગેલિંગથી પણ રોડ કટિંગ સ્પષ્ટ જોઈ શકાય છે. ગ્રામીણોએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં થોડું ઘણું ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાં ભારત અને ચીનના સૈનિકોએ તંબુ તાણ્યાં છે અને બોલ્ડરની દિવાર ખડી કરી દીધી છે.

ચીનની ટીમ ભારતીય સરહદમાં ઘુસી આવ્યાની જાણ સૌપ્રથમ ગ્રામીણોને થઈ હતી. તેમણે આ બાબતની સૂચના સ્થાનિક પોલીસ જવાનને આપી હતી. જવાને બિશિંગમાં તૈનાત આઈટીબીપીને ઘટનાની જાણ કરી હતી. આઈટીબીપીના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચીને ચીની પક્ષને તેમની સરહદમાં પરત ફરવા કહ્યું હતું. બંને પક્ષે તૂ તૂ મેં મેં થઈ હતી પરંતુ ચીનની ટીમે પરત ફરવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય સૈન્યને ઘટનાસ્થળે પેટ્રોલિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. પ્રત્યક્ષદર્શી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભારતીય જવાનો ઘટનાસ્થળ પર મૌજુદ છે.

આ વિસ્તાર આમ તો આઈટીબીપીના કાર્યક્ષેત્ર અંતર્ગત આવે છે પરંતુ અહીં મોટી સંખ્યામાં ભારતીય સેનાના જવાનો પણ તૈનાત છે. આ બાબતે સિયાંગના ડીસીનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમણે આ પ્રકારની કોઈ ચીની ઘુસણખોરીનો ઈનકાર કર્યો હતો.