આ રીતે ઝટપટ બનાવો મસાલેદાર 'ચાઇનીઝ સમોસા' - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઝટપટ બનાવો મસાલેદાર ‘ચાઇનીઝ સમોસા’

આ રીતે ઝટપટ બનાવો મસાલેદાર ‘ચાઇનીઝ સમોસા’

 | 6:40 pm IST

સામગ્રી

મેંદો- 2 વાડકી
બેકિંગ પાઉડર- 1 ચમચી
તેલ- 2 ચમચી
મીઠું- સ્વાદ મુજબ
તેલ- તળવા માટે

સ્ટફિંગ માટે
કોબી- 1 કપ
ડુંગળી- 1 કપ
નૂડલ્સ- 1 કપ
કેપ્સિકમ- 1 નંગ
ગાજર- 1 નંગ
ગરમ મસાલો- 1 ચમચી
સોયા સોસ- 1 ચમચી
ચીલી સોસ- 1 ચમચી
બટાકા- 2 નંગ
તેલ- 2 ચમચી
મીઠું- સ્વાદાનુસાર

રીત
મેંદામાં મીઠું, બેકિંગ પાઉડર અને મોણ ઉમેરી અને કણક બાંધો. અન્ય એક પેનમાં થોડું તેલ ગરમ કરી બધાં જ શાકભાજી સાંતળી લો. 5 મિનિટ પછી તેમાં બાફેલા નૂડલ્સ, સોયા સોસ, ચીલી સોસ, મીઠું અને અન્ય મસાલા ઉમેરી 5 મિનિટ તેને સાંતળો. આ મિશ્રણને ઠંડુ થવા દો.

હવે સમોસા બનાવવા માટે અગાઉ બાંધેલી કણકમાંથી પુરી બનાવો અને તેને વચ્ચેથી કાપે કોન બનાવી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી સમોસા બનાવી લો. આ સમોસાને તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન