આખી દુનિયા સમાઈ ચીનની આંખોમાં, જાણો કેવી રીતે - Sandesh
  • Home
  • World
  • આખી દુનિયા સમાઈ ચીનની આંખોમાં, જાણો કેવી રીતે

આખી દુનિયા સમાઈ ચીનની આંખોમાં, જાણો કેવી રીતે

 | 3:50 pm IST

ચીને વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્ર સહિત સમગ્ર વિશ્વના સંવેદનશીલ એટલે કે મહત્વના સ્થળો પર દેખરેખ રાખવા જાસૂસી ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું છે. આ ઉપગ્રહ દરેક સ્થળની સચોટ તસવીરો મોકલી શકે છે.

સિન્થેટિક એપર્ચર રડાર (એસએઆર) ઉપગ્રહનું ઉત્તરમાં આવેલા શાંસકશી પ્રાંતના તેયુઆર ખાતેથી ઉપગ્રહ લોચિંગ સ્ટેશનેથી લોગ માર્ચ ચાર સી રોકેડ મારફતે પ્રક્ષેપણ કરાયું હતું. ઉપગ્રહનું બીજું નામ ગોઓફેન-3 છે. ઉપગ્રહ સાથે લોંગ માર્ચ રોકેટનું આ 233મું ઉડ્ડયન હતું. ઉપગ્રહ આખા વિશ્વ પર બધી જ ઋતુઓમાં 24 કલાક નજર રાખશે. તેનો ઉપયોગ તાકીદની ચેતવણી, મોસમની સ્થિતિ, જળ સંસાધનોના અભ્યાસ તથા સમુદ્રીય ક્ષેત્રના અધિકારીની જાણકારી માટે પણ થઈ શકશે.

આંતરરાષ્ટ્રીય અદાલતે તાજેતરમાં જ વિવાદાસ્પદ દક્ષિણ ચીન સાગર પરના ચીનના દાવાને ફગાવી દેતો ચુકાદો આપ્યો છે. જોકે ચીને આ ચુકાદાનો અસ્વીકાર કર્યો છે. આટલું જ નહીં ચીન આ ક્ષેત્ર પરના તેના દાવાને દ્રઢતા સાથે વળગી રહ્યું છે. આવી તંગદિલીભરી સ્થિતિમાં ચીને જાસૂસી ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું છે. ચીન ઉપરાંત ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન પણ આ સમુદ્ર પર દાવો કરી રહ્યાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન