ચીની વિજ્ઞા।નીઓએ વાંદરામાં માનવ મગજના જનીન રોપ્યા ! - Sandesh
  • Home
  • Newspaper
  • ચીની વિજ્ઞા।નીઓએ વાંદરામાં માનવ મગજના જનીન રોપ્યા !

ચીની વિજ્ઞા।નીઓએ વાંદરામાં માનવ મગજના જનીન રોપ્યા !

 | 2:44 am IST

તમે પ્લેનેટ ઓફ એપ્સ જોયું છે ? એ ફિલ્મમાં વાનરો પૃથ્વી પર કબ્જો જમાવી દે છે, એવી વાર્તા છે, એ વાર્તા હવે સાચી પડે એવી શંકા સાથે ચીની વિજ્ઞા।નીઓએ કરેલા એક પ્રયોગ સામે વિજ્ઞા।ન જગતમાં વિવાદ ફાટી નીકળ્યો છે. વાનર તરીકે ઓળખાતા આપણા પૂર્વજ ગણાતા વાનરો ચીને અળવીતરાં સંશોધન શરૂ કર્યા છે, એમ કહી શકાય. હવે તે વાંદરામાં એક એવો જનીન આરોપિત કરવાનો પ્રયોગ કર્યો છે, જે જનીન માનવીમાં મગજને વિકસિત કરે છે. ચીનના વિજ્ઞા।નીઓએ એવો દાવો કર્યો છે કે તેમણે વાંદરાઓની બુદ્ધિમત્તા વધારવા માટે તેમાં માનવ મગજના જનીન આરોપિત કર્યા છે. એ દાવા સાથે જ વિજ્ઞા।ન જગતમાં વિવાદ ફાટી નીકળ્યો છે.

ભોજલા તરીકે ઓળખાતા વાંદરાની શોર્ટ ટર્મ મેમરી સારી હોય છે

તમને પેલા ટોપીના વેપારી અને વાંદરાની વાત યાદ હશે જ. એક વેપારી ટોપી વેચતો હતો. બપોરે તે એક વૃક્ષ નીચે આરામ કરવા ગયો. ટોપીનું પોટલું બાંધી દીધું. ઊઠીને જોયું તો એક પણ ટોપી ન મળે. વૃક્ષ પર જોયું તો બધા વાંદરાઓએ ટોપી પહેરી દીધી હતી. વેપારીએ ટોપી પહેરી હતી, તેનું વાંદરાઓએ અનુકરણ કર્યું હતું. હવે તેમની પાસે ટોપી કઢાવવી કઈ રીતે ? એમ વિચારતા વેપારીને સમજાઈ ગયું કે વાંદરાઓએ અનુકરણ કર્યું છે, તેથી તેણે પોતે પહેરેલી ટોપી ફેંકી દીધી એ સાથે જ બધા વાંદરાઓએ ટોપી ફેંકી દીધી અને વેપારી એ ટોપી એકત્ર કરીને જતો રહ્યો…કહેવાનો મતલબ એ જ કે વિજ્ઞા।નીઓને પણ સમજાયું છે કે વાંદરાઓની, ખાસ કરીને ભોજલા તરીકે ઓળખાતા વાંદરાની શોર્ટ ટર્મ મેમરી સારી છે. અન્ય વાંદરાઓની સરખામણીએ તેઓ તત્કાળ પ્રતિભાવ પણ આપે છે.

વાંદરાઓ ઉંદર કરતાં જિનેટિક દૃષ્ટિએ માનવીથી વધુ નજીક

ભોજલાનું મગજ માનવી જેવું જ છે અને તે વિકસિત થવામાં લાંબો સમય લે છે. એમ પણ આ વાંદરાઓ ઉંદર કરતાં જિનેટિક દૃષ્ટિએ માનવીથી વધુ નજીક છે. એ સત્ય ધ્યાનમાં લઈને વાંદરામાં વધુ બુદ્ધિશક્તિ ખીલે એ માટે ૧૧ ભોજલામાં ચીની વિજ્ઞા।નીઓએ માનવજાતનો MCPH1 જનીન આરોપી કર્યો છે. આ જનીન માનવીમાં મગજને વિકસાવે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના ખાતે અમેરિકી સંશોધકોની સાથે મળીને ચીનની કુમિંગ ઇન્સ્ટિટયૂટ ઓફ ઝુઓલોજી એન્ડ ચાઇનીઝ અકાદમી ઓફ સાયન્સિઝના વિજ્ઞા।નીઓએ આ પ્રયોગ કર્યો હતો. નેશનલ સાયન્સ રિવ્યૂ નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ માનવીને કેમ અનોખો બનાવાયો એ રહસ્ય અંગે આ પ્રયોગ પરથી જાણી શકાય એમ છે. એ પ્રયોગમાં મેમરી ટેસ્ટ લેવામાં આવ્યો તો ૧૧માંથી પાંચ જ વાંદરા તેમાં સફળ થયા હતા.

ગભરાવાનું કોઈ કારણ નથી

ચીની વિજ્ઞા।નીઓ કહે છે કે માનવીમાં ૨૦,૦૦૦ જનીન છે, તેમાંથી ફક્ત એક જ જનીન વાંદરામાં આરોપિત થયો છે,તેને કારણે તમે જ વિચાર કરો કે કશું ચિંતાજનક ખરું ?

આપણું મગજ સમય જતાં કઈ રીતે આકાર ધારણ કરે છે ?

જર્મનીની મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટયૂટ ફોર ઇવોલ્યુશ્નરી એન્થ્રોપોલોજીના સંશોધકોએ શોધી કાઢયું કે આપણા મગજમાં ચાવીરૂપ ઉત્ક્રાંતિના ફેરફારો ૧,૦૦,૦૦૦થી ૩૫,૦૦૦ વર્ષો પહેલાં થયા હતા. હોમો સેપિયન્સ એટલે કે આજના માનવીમાં મગજનો આકાર ગોળ જેવો આકાર ઉપરથી ધારણ કરી લીધો હતો. જ્યારે આપણા પૂર્વજો નિઅન્ડરથલનું મગજ વધુ લાંબુ હતું. આપણા મગજના આકારમાં ઉત્ક્રાંતિ આપણી વર્તણૂકમાં થયેલા વિકાસ સાથે થઈ છે. આપણે સાધનો બનાવવા માડયા, કામચલાઉ અને લાંબા ગાળાની સ્મૃતિ, ભાષાનો ઉપયોગ કરવા માડયો, આંકડા સમજવા માડયા અને લાગણીઓ વિકસાવી એ સાથે આપણું મગજ પણ વિકસ્યું હતું.

તારણ શું ?

  • જનીનના આરોપણ સાથે શું ફેરફાર થયા, તે જોઈએ તો વાંદરાના મગજનું સરેરાશ કદ વધ્યું છે.
  • મગજનો જે કોર્ટેક્સ નામનો ભાગ છે, તેની જાડાઈ વધી હતી
  • કોર્ટેક્સનો ગ્રે મેટર એરિયા અને તેનો ગુણોત્તર પણ બદલાયા છે.

માનવી સંદર્ભે શું તારણ નીકળ્યું ?

માનવી બીજા જીવો કરતાં કેમ અનોખો (બુદ્ધિશાળી) છે, એ અંગે આ પ્રયોગ પરથી એવું તારણ કાઢયું છે કે માનવની ઉત્ક્રાંતિ દરમિયાન મગજના કોષોનો ધીમો વિકાસ માનવીની બુદ્ધિના વધારવામાં એક મહત્ત્વનું પરિબળ બન્યું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન