Chinese scientists claim over Corona Virus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ચીનના વૈજ્ઞાનિકોએ જ ખોલી જીનપિંગની પોલ, કોરોના વાયરસને લઈને કર્યો સનસની ખુલાસો

ચીનના વૈજ્ઞાનિકોએ જ ખોલી જીનપિંગની પોલ, કોરોના વાયરસને લઈને કર્યો સનસની ખુલાસો

 | 10:54 pm IST
  • Share

જ્યારથી કોરોના આયરસ દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારથી અચાનક ચામાચિડીયા પણ ચર્ચામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, કોરોના વાયરસ ચામાચિડીયામાંથી જ માણસમાં ફેલાયો. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, જે હાર્સ શૂ પ્રજાતિના ચામચિડીયાના કારણે કોરોના વાયરસ ફેલાયો હોવાનું કહેવામાં આવે છે, તે પ્રજાતી તો વુહાનમાં જોવા જ નથી મળતી.

એટલુ જ નહીં વુહાનના સી-ફૂડ માર્કેટમાં પણ તેને ના તો ખરીદવામાં આવે છે કે ના તો વેચવામાં. તેવી જ રીતે આ ચામાચિડીયાના માસ કે સૂપને પણ વુહાનના લોકો  પસંદ નથી કરતા. તો સવાલ એ ઉભો થાય છે કે, આ વાયરસ ફેલાયો કેવી રીતે? જેના પરથી ચીનના જ બે વૈજ્ઞાનિકોએ પડદો ઉચક્યો છે. જેનાથી દુનિયા સહિતના દેશોનો ચીન પ્રત્યેના આરોપોને પણ બળ મળે છે.

ચીનના વુહાનમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હોવાનું દુનિયા આખી કહી રહી છે. વુહાનની એક લેબમાંથી આ જીવલેણ વાયરસ ફેલાવવાનો આરોપ ચીન પર લાગાવવામાં આવી રહ્યો છે. જોકે ચીન શરૂઆતથી એક જ વાત કહી રહ્યું  છે કે, વુહાનના સી-ફૂડ માર્કેટમાંથી જ આ વાયરસ ફેલાયો છે. પરંતુ ચીનની સાઉથ ચાઈના યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના બે વૈજ્ઞાનિકો બુતાઉ જિયાઉ અએ લી જિયાઉએ કોરોનાના જન્મને લઈને પોતાનો એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો છે.

6 જાન્યુઆરીએ તૈયાર કરવામાં આ રિપોર્ટમાં બંને ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ વુહાનની વાયરોલોજી લેબમાંથી જ લીક થયો છે, કોઈ સી-ફૂડ માર્કેટમાંથી નહીં. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, હોર્સ શૂ પ્રજાતિના ચામાચિડિયા મોટા ભાગે ગુંફાઓમાં કે ઝાડ પર લટકતા જોવા મળે છે. સામાન્ય રીતે તે લોકોની વસ્તીથી દૂર રહે છે. વુહાન શહેરની વસ્તી લગભગ દોઢ કરોડ છે. જ્યારે વુહાનનું સી-ફૂડ માર્કેટ પણ ખુબ જ ગીચ વસ્તીમાં આવેલુ છે. જેથી આ પ્રકારના ચામાચિડીયા આટલી ગીચ વસ્તીમાં હોય તે માનવુ મુશ્કેલ છે. જેથી આ વાયરસ વુહાનની વાયરોલોજી લેબોરેટરીમાંથી જ લીક થયો હોવાનો આ અહેવાલમાં સ્પષ્ટ ઈશારો કરવામાં આવ્યો છે.

જુઓ આ વીડિયો પણ : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું એલાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન