Chinese scientists Created World's first monkey-Pig Hybrids
  • Home
  • Featured
  • ચીનાઓની કમાલ, વાંદરું અને ભૂંડમાંથી બનાવ્યું અજીબોગરીબ જાનવર, લોકો જોઈ થયા હેરાન

ચીનાઓની કમાલ, વાંદરું અને ભૂંડમાંથી બનાવ્યું અજીબોગરીબ જાનવર, લોકો જોઈ થયા હેરાન

 | 8:32 am IST

ચીનાઓ એકથી એક કમાલની વસ્તુઓ બનાવવા માટે જાણીતા જ છે. પણ ફરીથી એક વખત ચીનાઓએ એવું કામ કર્યું છે કે જેને જાણીને દુનિયાભરનાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આ વખતે ચીની વૈજ્ઞાનિકોએ વાંદરું અને ભૂંડના જીનમાંથી એક નવી પ્રજાતિનું જાનવર પેદા કર્યું છે. તેને ‘વાંદરું-ભૂંડ પ્રજાતિ’ નામ આપવામાં આવ્યું છે. દર વર્ષે દુનિયાભરમાં 20 લાખથી વધુ લોકોના મોત પ્રત્યારોપણ માટે અંગો ઉપલબ્ધ ન હોવાને લીધે થાય છે. ચીનના વિજ્ઞાનીઓએ આ દિશામાં એક ખાસ સિદ્ધી મેળવી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ભૂંડનાં બે બચ્ચાઓનાં હૃદય, લિવર અને ચામડીમાં વાંદરાના ટિશ્યુ હાજર છે. ભૂંડનાં આ બંને બચ્ચા સ્ટેમ સેલ અને પ્રજનન જીવ વિજ્ઞાનની સ્ટેટ લેબોરેટરીમાં પેદા કરવામાં આવ્યા છે. પણ એક અઠવાડિયાની અંદર જ બંને બચ્ચાંઓનાં મોત નિપજ્યા હતા. જો કે હજુ સુધી એ કારણ સામે આવ્યું નથી કે, કેમ આ બે બચ્ચાંઓનાં મોત નિપજ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, IVF પ્રક્રિયામાં કોઈ સમસ્યાને કારણે આમ થયું હોવું જોઈએ.

એક રિપોર્ટ પ્રમાણે ચીનના વિજ્ઞાનીઓએ ભૂંડના ભ્રૂણમાં વાંદરાની કોશિકાઓને ઈન્જેક્ટ કરી કાઈમેરા પિગલેટ(આઈવીએફ ટેક્નિકથી બનેલું બાળક ભૂંડ) પેદા કરવામાં સફળતા મેળવી લીધી છે. જેના શરીરના તમામ અંગોમાં વાંદરાની કોશિકાઓ છે. વિજ્ઞાનની ભાષામાં એવા પ્રાણીને કાઈમેરા કહેવાય છે. જેના શરીરમાં એક કરતાં વધુ પ્રજાતિઓની જીવિત કોશિકાઓ હોય.

જો કે, ભૂંડનાં બચ્ચાંઓનાં જુદા જુદા અંગના ઉત્તકોમાં વાંદરાના અંશ 1થી 10 હજાર કોશિકાઓમાં ફક્ત એક કોશિકા છે. બેઈજિંગના સ્ટેટની લેબોરેટરી ઓફ સ્ટેમ સેલ એન્ડ રિપ્રોડક્ટિવ બાયોલોજીના વિજ્ઞાનીઓએ માનવ પ્રત્યારોપણ માટે અંગોને પ્રાણીઓમાં વિકસિત કરવાના ઉદ્દેશ્યથી કરાયેલી શોધ દરમિયાન આ સફળતા મેળવી હતી. આ ટીમના પ્રમુખ તેંગ હેએ કહ્યું કે અમે વાંદરાની કોશિકાઓમાંથી એક ફ્લોરોસેન્ટ પ્રોટીન વિકસાવ્યું જેને ભૂંડના ભ્રૂણમાં ઈન્જેક્ટ કર્યુ. આ પ્રયોગ માટે 4000 ભૂંડના ભ્રૂણનો ઉપયોગ કરાયો હતો.

આ વીડિયો પણ જુઓઃ

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન