Chinese Smartphone still popular among Indian People, know reason
  • Home
  • Featured
  • સરહદ પર તંગદિલી, લોકોનો ઉગ્ર વિરોધ છતાંય દેશમાં ચીની સ્માર્ટફોનનું ધૂમ વેચાણ, જાણો કારણ?

સરહદ પર તંગદિલી, લોકોનો ઉગ્ર વિરોધ છતાંય દેશમાં ચીની સ્માર્ટફોનનું ધૂમ વેચાણ, જાણો કારણ?

 | 8:33 pm IST

લદ્દાખ સરહદ પર તંગદિલી બાદ દેશમાં ચીની માલ-સામાનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. સરકારે પણ ચીની આયાત પર કડક વલણ આપનાવ્યું. પરંતુ તેમ છતાં હાલ પણ દેશમાં ચીની સ્માર્ટફોનની નિર્ભરતા જોવા મળી રહી છે. આનું કારણ છે દેશમાં સારા સ્માર્ટફોનનું ઓછું ઉત્પાદન.

ભારતીય સ્માર્ટફોન કંપનીઓ માટે સારા સમાર્ટફોન તૈયાર કરવા ઘણા મુશ્કેલ છે. કારણ કે દેશમાં સ્માર્ટફોનના તમામ કંપોનેન્ટ્સનું આયાત કરવામાં આવે છે અને તેની કિંમત કુલ ખર્ચના 85 ટકા બરાબર હોય છે. તેથી ભારતીય કંપનીઓ માટે ઓછી કિંમતે સ્માર્ટફોન તૈયાર કરવા ઘણા મુશ્કેલ છે. સ્માર્ટફોનમાં ઉપયોગ થતા પ્રિંટેડ સર્કિટ બોર્ડ્સ એટલે કે PCB, ચિપસેટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સને ભારતીય કંપનીઓ આયાત કરે છે.

આ બધાની મેન્યુફેક્ચરિંગ ચીન અને તાઇવાનમાં થાય છે. અને ભારતીય કંપનીઓ ત્યાંથી આયાત કરે છે. તેથી ચીની કંપનીઓ દ્વારા તૈયાર કરેલ સ્માર્ટફોનની સરખામણીએ જાતે તૈયાર કરેલ સ્માર્ટફોનની લાગત વધુ થતા ભારતીય કંપનીઓ નિર્માણ કરવાનું ટાળે છે. જ્યાં સુધી ભારતમાં સ્માર્ટફોનમાં ઉપયોગી આઇટમ્સનું મેન્યુફેક્ચરિંગ નહીં થાય ત્યાં સુધી ભારતમાં સ્માર્ટફોનનું મેનુફેક્ચરિંગ મુશ્કેલ છે. દેશમાં મોબાઇલ કંપોનેટ્સના નિર્માણ માટે અબજો ડોલરના રોકાણની જરૂર પડશે. સાથે જ સરકારે પણ કંપનીઓને માર્કેટ તૈયાર કરવામાં મદદ કરવી પડશે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન