એક નજરે દેખાય છે 'રોમેન્ટિક કપલ', હકીકત જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો photos - Sandesh
NIFTY 10,563.80 +37.60  |  SENSEX 34,451.05 +119.37  |  USD 65.7875 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • એક નજરે દેખાય છે ‘રોમેન્ટિક કપલ’, હકીકત જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો photos

એક નજરે દેખાય છે ‘રોમેન્ટિક કપલ’, હકીકત જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો photos

 | 6:30 pm IST

કોઈ મહિલા 50 વર્ષની ઉંમરે 20 વર્ષની કેવી રીતે દેખાઈ શકે? ચીનની લિયુ યેલિન તેનો જબરદસ્ત જવાબ છે. આ મહિલાને જોઈને તમે અંદાજો જ ન લગાવી શકો કે તેની ઉંમર લગભગ 50 વર્ષ (49) છે. લિયુંને 22 વર્ષનો પુત્ર છે. બંને સાથે ફરતા હોય તો લોકો તેમને કપલ સમજી લે છે. લિયુની ગ્લોઈંગ સ્કિન, સુપર ટોન્ડ બોડી અને કરચલીઓ વગરનો ચહેરો તેની ઉંમર કળવા દેતા નથી. લિયુએ તેની પહેલી નોકરી 1985માં 17 વર્ષની ઉંમરે મેળવી હતી. લગભગ ત્રણ દાયકા બાદ લાઈબ્રેરિયન તરીકે નિવૃત થઈ છે પરંતુ આમ છતાં દેખાવે ખુબ જ જુવાન દેખાય છે.

લિયુએ Weibo પર તેના ફોટા પોસ્ટ કર્યાં ત્યારપછી તેને 75000 ફોલોઅર્સ મળ્યા છે. લોકો જ્યારે પણ લિયુને પુત્ર સાથે જુએ છે ત્યારે લિયુને તેના પુત્રની ગર્લફ્રેન્ડ સમજી લેવાની ભૂલ કરે છે. લિયુનો 22 વર્ષનો પુત્ર ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. એક મુલાકાતમાં લિયુએ જણાવ્યું કે લગભગ 50ની ઉંમરે પહોંચેલી તેને જોઈને લોકોને આઘાત લાગી જાય છે. લિયુએ કહ્યું કે જ્યારે પણ શોપિંગ માટે જાઉ અને લોકોને મારી સાચી ઉંમર જણાવું તો લોકો મારી પાસે ટોળુ વળી જાય છે અને મારી ફિટનેસ વિશે જાણવા માંગતા હોય છે. લિયુએ વધુમાં કહ્યું કે હું જાણે 15 વર્ષની હોઉ તેવું અનુભવું છું. લિયુનો જન્મ 1968માં ચીનના હેનન પ્રાંતમાં થયો હતો.

લિયુની યુવાનીનો શું છે રાઝ?

50ની ઉંમરે પહોંચેલી લિયુ પોતાના યંગ લુક માટે રેગ્યુલર એક્સસાઈઝને કારણભૂત ગણાવે છે. છેલ્લા ત્રણ દાયકાથી તે રેગ્યુલર એક્સસાઈઝ કરે છે. સ્વિમિંગે તેના બોડીને સુપરમોડલ જેવું બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જેના કારણે તે લગભગ તેનો દેખાવ લગભગ તેના પુત્રની ઉંમર જેવો લાગે છે. જો કે લિયુ કહે છે કે તેનો આ દેખાવ ક્યારેક તેના માથાનો દુ:ખાવો બની જાય છે કારણ કે લોકો તેને પુત્રની ગર્લફ્રેન્ડ સમજી લે છે.

લિયુએ સ્વીકાર્યું છે કે આ ઉંમરે પણ આવો દેખાવ જાળવી રાખવો અને તે માટે કડક રૂટિનને ફોલો કરવું એ સરળ નથી. લિયું ભાગ્યે જ કોસ્મેટિકનો ઉપયોગ કરે છે. લિયુ કહે છે કે તે લેકમાં રોજ સ્વિમિંગ કરે છે અને રોજેરોજ વેઈટ ટ્રેનિંગ લે છે. લિયુને શિયાળામાં બહાર સ્વિમિંગ કરવું ખુબ ગમે છે. છેલ્લા 30 વર્ષથી રેગ્યુલર સ્વિમિંગે લિયુને સુપરમોડલ જેવું બોડી બનાવવામાં મદદ કરી છે.