Chinese Woman Nearly Dies After Injecting Fruit Juice To Stay Healthy
  • Home
  • Featured
  • મહિલાએ એક સાથે 20 ફળોના રસનું જાતે જ ઇન્જેકશન લગાવ્યું, અને પછી જે થયું…

મહિલાએ એક સાથે 20 ફળોના રસનું જાતે જ ઇન્જેકશન લગાવ્યું, અને પછી જે થયું…

 | 3:33 pm IST

ચીનમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા પોતાને તંદુરસ્ત બનાવાના ચક્કરમાં હોસ્પિટલ પહોંચી ગઇ. વાત એમ છે કે આ મહિલાએ પોતાને 20 ફળોના રસનું ઇન્જેકશન લગાવી દીધું.

જી હા 51 વર્ષની જેંગ નામની મહિલાના સ્થાનિક ઉપચાર કરવામાં માનતી અને તેના મગજમાં ફળોના જ્યુસનું ઇન્જેકશન લગાવાનો ખ્યાલ આવ્યો. તેને કહ્યું કે મને લાગ્યું કે તાજા ફળ શરીર માટે ફાયદાકારક હોય છે અને તે મારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. પરંતુ મને ખબર નહોતી કે આ રીતે ઘાતક સાબિત થઇ જશે.

વાત એમ છે કે જેંગ એ 20 ફળોના જ્યુસ નીકાળી પોતાની નસમાં આપી દીધું. મહિલાએ આ ઘટનાક્રમ અંગે કોઇને કંઇ કહ્યું નહીં. મહિલાના પતિએ જોયું અને તેને હોસ્પિટલ લઇને આવ્યા. આ દમર્યાન જેંગને પાંચ દિવસ માટે હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરી. તેના કિડની, લીવર, હૃદય અને ફેફસાંની સારવાર કરાઇ.

મળતી માહિતી પ્રમાણે જો સમય પર તેની સારવાર ના થઇ હોત તો તેના આ અંગ કામ કરતા બંધ થઇ જાત અને તેનું મૃત્યુ થઇ ગયું હોત.

ચાઇનીઝ સોશિયલ મીડિયા પર આ સમાચાર ખૂબ વાયરલ થયા છે. લોકોનું કહેવું છે કે આ મામલો દર્શાવે છે કે કેવી રીતે ઓછી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીના લીધે આવી ઘટનાઓ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન