Video : ભારતના આ મંદિરમાં ફોન કરીને ભગવાનને તમારી ઈચ્છા જણાવશો, તો સો ટકા પૂરી થશે - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : ભારતના આ મંદિરમાં ફોન કરીને ભગવાનને તમારી ઈચ્છા જણાવશો, તો સો ટકા પૂરી થશે

Video : ભારતના આ મંદિરમાં ફોન કરીને ભગવાનને તમારી ઈચ્છા જણાવશો, તો સો ટકા પૂરી થશે

 | 6:20 pm IST

ચિંતામણી ગણેશ મંદિર ઉજ્જૈનનાં તીર્થ સ્થળોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઉજ્જૈનથી અંદાજે ૬ કિલોમીટર દૂર ભગવાન શ્રી ગણેશનું આ મંદિર રેલ્વે લાઈન પાસે આવેલું છે. ચિંતામણી ગણેશ મંદિરમાં ભગવાન શ્રી ગણેશનાં ત્રણ રૂપ એકસાથે બિરાજમાન છે. જે ચિંતામણી ગણેશ, ઇચ્છામણી ગણેશ અને સિદ્ધિવિનાયકનાં રૂપમાં ઓળખાય છે. શ્રી ચિંતાહરણ ગણેશજીની આવી અદભૂત અને અલૌકિક પ્રતિમા દેશમાં ક્યાંય જાવા નથી મળતી. ચિંતામણી ગણેશ ચિંતાઓ દૂર કરે છે. ઇચ્છામણી ગણેશ ઇચ્છાઓ પૂરી કરે છે અને સિદ્ધિ વિનાયક રિદ્ધિ-સિદ્ધિ આપે છે. આ કારણે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે.

સ્વયં ભૂ ઓળખાતા આ ગણપતિની સ્થાપના વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે રાજા દશરથનાં ઉજ્જૈનમાં પીંડદાન દરમિયાન ભગવાન શ્રી રામે અહીં આવીને પૂજા અર્ચના કરી હતી. સતયુગમાં રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ પર હતા, ત્યારે તે ફરતા ફરતા અહીં આવ્યા હતા. માતા સીતાને તરસ લાગતા, લક્ષ્મણજીએ પોતાનું તીર આ સ્થાન પર માર્યુ જેનાથી પૃથ્વીમાંથી પાણી નીકળ્યું અને અહીં એક તળાવ બની ગયું. માતા સીતાએ આ જ જળથી પોતાનો ઉપવાસ ખોલ્યો. ત્યારે જ ભગવાન રામે ચિંતામણી, લક્ષ્મણે ઇચ્છામણી અને સિદ્ધિ વિનાયકની પૂજા અર્ચના કરી હતી.

મંદિરની સામે આજે પણ આ તળાવ આવેલું છે. જ્યાં દર્શનાર્થીઓ દર્શન કરે છે. આ મંદિરને મહારાણી અહલ્યાબાઈ દ્વારા આશરે 250 વર્ષ પહેલા રિનોવેટ કરાયું હતું. આનાથી પણ પહેલા પરમાર કાળમાં પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે. આ મંદિર જૂના સ્તંભો પર ટકેલું છે. તે પરમાર કાલીન છે. દેશનાં ખૂણે ખૂણેથી ભક્તો અહીં દર્શન માટે આવે છે. અહીં ભક્ત ગણેશજીનાં દર્શન કરીને મંદિરની પાછળ ઉલ્ટું સ્વસ્તિક બનાવીને મનોકામના રજૂ કરે છે. જ્યારે મનોકામના પૂરી થાય ત્યારે તે ફરીથી દર્શને આવે છે અને મંદિરની પાછળ સીધું સ્વસ્તિક બનાવે છે. કોઈ ભક્ત અહીં રક્ષા સૂત્ર બાંધે છે અને મનોકામના પૂરી થતા રક્ષા સૂત્ર છોડવા આવે છે. ઉજ્જૈનનાં માલવા ક્ષેત્રમાં સૈંકડો વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે જે કોઈપણ વ્યક્તિ લગ્નનાં બંધનમાં બંધાય છે, તેનાં પરિવારજનો લગ્ન લખાવવા અહીં આવે છે અને લગ્ન બાદ પતિ-પત્ની અહીં આવીને દર્શન કરે છે. છેડાછેડી પણ અહીં છોડવામાં આવે છે.

10 વર્ષ પહેલા શરુ થઈ ફોન પર અરજી કરવાની પરંપરા
મંદિરનાં પૂજારી કહે છે કે અહીં ઘણાં વર્ષો પહેલા ચિંતામણી ગણેશજીનાં એક ભક્ત જર્મની જઈને વસ્યા હતા. એક વખત તે ભક્તે પૂજારીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે ફોન મારફતે પોતાનો સંદેશ ચિંતામણી ગણેશજીને આપવા ઇચ્છે છે. પૂજારીએ ભક્તની ઇચ્છાનું માન રાખીને મોબાઈલ ગણેશજીનાં કાન પર લગાવ્યો. ભગવાનની કૃપાથી થોડા સમયમાં જ ભક્તની મનોકામના પૂરી થઈ ગઈ. ત્યારબાદ ચિંતામણી ગણેશજીને ફોન પર અરજ કરવાની પરંપરા શરુ થઈ. જ્યારે પણ કોઈ આવા ફોન આવે છે, ત્યારે પૂજારી ફોન ગણેશજીનાં કાન પર લગાવે છે. ત્યારબાદ ભક્ત પોતાની ઇચ્છા ગણપતિને કહે છે અને ભગવાન તમામ ભક્તોની ઇચ્છા પૂરી કરે છે.