Chirag Patel family is accused of killing MP's fund from RTI
  • Home
  • Ahmedabad
  • પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે પરિવારનો મોટો આક્ષેપ, ખૂલ્યું સાંસદ કનેક્શન!

પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે પરિવારનો મોટો આક્ષેપ, ખૂલ્યું સાંસદ કનેક્શન!

 | 8:10 am IST

શહેરના એક ખાનગી ન્યુઝ ચેનલના કોપી એડિટર ચિરાગે પટેલના રહસ્યમય મોતનું રહસ્ય હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી. ચિરાગે બે સાંસદનું લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ ભંડોળ ક્યાં ક્યાં વપરાયું તેની આરટીઆઇમાં માહિતી માગી હતી.

ત્યારે જ ચિરાગ પટેલનું શંકાસ્પદ મોત થતાં તેના પરિવારે આક્ષેપ કર્યો છે કે, તેની હત્યા કોઇ સાંસદે કરાવી છે. બીજી તરફ ઝોન-૫ના ડીસીપી અક્ષયરાજે આપઘાત કર્યો હોવાની ૭૦ ટકા શક્યતા હોવાની જાહેરાત કરી હતી. તેના ૨૪ કલાકમાં જ પોલીસ કમિશનરે આ ગંભીર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે.

ખાનગી ગુજરાતી ન્યુઝ ચેનલના કોપી એડિટર ચિરાગ પટેલના શંકાસ્પદ મોતમાં છ આઇપીએસ, ૨ એસીપી સહિતના અધિકારીઓ પાંચ દિવસ બાદ પણ મહત્વની કોઈ કડી મેળવી શક્યા નથી. હજુ સુધી મોબાઇલ પણ પોલીસ શોધી શકી નથી અને લોકેશન ત્યાં જ મળતું હોવાનું રટણ કરી રહી છે. હત્યા અને આપઘાત બંને દિશામાં તપાસ ચાલતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દરમિયાનમાં મૃતક ચિરાગના ભાઇ જૈમિને આક્ષેપ કર્યો હતો કે મારા ભાઈની હત્યા થઈ છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સાંસદના ભંડોળ સહિત અન્ય આરટીઆઇ કરીને ચિરાગ માહિતી માંગતો રહેતો હતો. જેના દસ્તાવેજો પણ પોલીસ જપ્ત કર્યા છે. સાંસદનું કોઇ કૌભાંડ કે પછી અન્ય ભંડોળની વિગતો જાહેર ન થાય તે માટે હત્યા કરાઇ હોવાની શંકા પરિવારે સેવી હતી.

કોઇ હત્યાને આપઘાતમાં ખપાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાંસદને બચાવવા માટે મેદાને આવી ગયા હતા. આખરે આ કેસમાં સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ કામગીરી જોઇ પોલીસ કમિશનરે હત્યાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે. ક્રાઇમ બ્રાંચ આ કેસમાં ગુનો જલ્દી ડિટેકટ કરી ઊંડાણપૂર્વક તપાસ કરે તે હેતુથી તપાસ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન