ચિરંજીવીની ૧૫૦મી ફિલ્મમાં કામ કરવા કરીના-સોનાક્ષીનો ઇનકાર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચિરંજીવીની ૧૫૦મી ફિલ્મમાં કામ કરવા કરીના-સોનાક્ષીનો ઇનકાર

ચિરંજીવીની ૧૫૦મી ફિલ્મમાં કામ કરવા કરીના-સોનાક્ષીનો ઇનકાર

 | 4:24 am IST

દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી પોતાની ૧૫૦મી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે ત્યારે તેઓ એવી તકદારી રાખવા પણ માગે છે કે, ક્યાંક આ ફિલ્મ દર્શકો વચ્ચે પિટાઈ ન જાય, બીજી તરફ ખર્ચ અને લોકોને અપેક્ષાઓને પણ ધ્યાનમાં લેવા માગી રહ્યા છે. આ માટે જ તેમણે બોલિવૂડના તડકાને આમાં સમાવેશ કરવાનો નિર્ણય લેતા ટોચની અભિનેત્રીઓને તેમાં સમાવેશ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ માટે કેટરિના કૈફનો સંપર્ક કરતા તેણે ઇનકાર કર્યા બાદ કરીના કપૂર અને સોનાક્ષી સિંહાને ઓફર કરવામાં આવી હતી. જોકે, આ ઓફર બંને અભિનેત્રીઓએ પણ ફગાવી દેતા ચિરંજીવીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને બેવડો આંચકો લાગ્યો છે. કરીનાએ તેની પ્રેગ્નન્સીની દલીલ આગળ ધરી છે જ્યારે સોનાક્ષીએ કહ્યું કે, તેની પાસે આ ફિલ્મ માટે ટાઈમ ટેબલમાં જગ્યા નથી.