કોલેસ્ટ્રોલ અને ડાયટ - Sandesh

કોલેસ્ટ્રોલ અને ડાયટ

 | 1:34 am IST
  • Share

ડાયટ ટિપ્સ : હિરલ ભટ્ટ

કોલેસ્ટ્રોલ શરીરમાં પ્રાકૃતિક રીતે બનતું તત્ત્વ છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એચડીએલ, જેની ગણતરી સામાન્ય રીતે ગુડ (સારા) કોલેસ્ટ્રોલ તરીકે કરવામાં આવે છે, અને એલડીએલ, જે સામાન્ય ભાષામાં બેડ (ખરાબ) કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. રક્તમાં ચરબી એટલે કે ફ્ટ મુખ્યત્વે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ રૂપે હાજર હોય છે. આ ચરબી ખોરાકમાંથી મળે છે. જળદ્રાવ્ય ન હોવાના કારણે રક્તમાં ચરબીનું વહન સહેલાઇથી થઈ શકતું નથી. લિપોપ્રોટીન (લિપિડ+પ્રોટીન) ની મદદથી પચેલી ચરબી લિવરમાંથી શરીરનાં વિવિધ ભાગ સુધી પહોંચે છે. લિવરમાં ચાર પ્રકારના લિપોપ્રોટીન હોય છે. કાઇલોમાઇક્રોન, વિએલડીએલ (વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન), એલડીએલ (લો ડેન્સિટી લિપોપ્રોટીન) તથા એચડીએલ (હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન).

શરીરમાં કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૨૦૦ મી.ગ્રા.થી નીચે યોગ્ય જ્યારે ૨૪૦ મી.ગ્રા. કે તેથી વધુ પ્રમાણ જોખમી ગણાય. એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલની માત્રા ૪૦ મી.ગ્રા. કે તેથી ઓછી હોય તો ખરાબ ગણાય જ્યારે ૬૦ મી.ગ્રા. કે તેથી વધુ હોય તો સારું ગણાય. બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલ.ડી.એલ. ની માત્રા ૧૦૦ મી.ગ્રા. કે તેથી ઓછી હોય તો યોગ્ય, પરંતુ ૧૬૦ મી.ગ્રા. કે તેથી વધુ હોય તો ખરાબ ગણાય.

આહારમાં વધુ ચરબી લેવામાં આવે તો તેના વહન માટે લિવર વધુ વિએલડીએલ બનાવે છે. જો પૂરતા પ્રમાણમાં એચડીએલ ન હોય તો વધુ એલડીએલ રક્તવાહિનીમાં જમા થાય છે. પરિણામે રક્તવાહિની બ્લોક થાય છે અને હાર્ટ એટેક આવે છે. જેને એથરોસ્ક્લેરોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એથરોસ્ક્લેરોસિસ ગ્રીક શબ્દમાંથી આવ્યો છે. એથરો એટલે ચરબી અને સ્ક્લેરોસિસ એટલે ચરબી ઘટ્ટ થવાની પ્રક્રિયા. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થતું અટકાવવામાં મદદરૂપ થતો આહાર કેવો હોવો જોઈએ અને એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ જાણીએ.

ઓટ્સઃ

બ્રેકફસ્ટમાં ઓટ્સનો આહાર શ્રેષ્ઠ છે. એ ન્યુટ્રિશનલ પાવરહાઉસ છે. દોઢ મહિના સુધી નિયમિત રીતે ઓટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવાથી બેડ કોલેસ્ટ્રોલમાં લગભગ ૫ % જેટલો ઘટાડો કરી શકાય છે. જે લોકો નિયમિત ઓટ્સ ખાતા હોય છે તે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.

બદામ અને પિસ્તાઃ  

એક સામાન્ય માન્યતા છે કે ડ્રાય ફ્રૂટ્સ એટલે ચરબીનો ભંડાર. પણ અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) ના રિસર્ચ મુજબ કેટલાક ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન, ફઇબર અને વિટામિન-ઈ પુષ્કળ માત્રામાં હોવાથી એ આરોગ્ય માટે ખૂબ જ સારા છે. એમાં રહેલું હેલ્ધી ફ્ટી એસિડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. બદામ અને પિસ્તામાં મોનો અનસેચ્યુરેટેડ ચરબી ભરપૂર માત્રામાં હોય છે, જે એલડીએલ કે ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં અને એચડીએલ અથવા સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. બદામ શરીરમાં નવી પેશીઓની રચના અને ચિરાયેલી પેશીઓ રિપેર કરવામાં મદદરૂપ પ્રોટીન માટે શ્રેષ્ઠ આહાર છે. વજન વધી જવાના ભયના લીધે એનું સેવન ન કરતાં લોકો ચિંતામુક્ત થઈને યોગ્ય માત્રામાં એનો આહારમાં ઉપયોગ કરીને શરીરમાં ઊર્જા વધારી શકે છે. જોકે, હૃદયને લગતી ગંભીર બીમારીમાં દર્દીના રિપોર્ટને ધ્યાનમાં રાખીને એનું સેવન કરવું સલાહભર્યું છે.

ગ્રીન ટીઃ

ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ તેમજ બીપી કંટ્રોલમાં રહે છે, પરિણામે હાર્ટ સાથે જોડાયેલી બીમારીનું જોખમ ઘટી જાય છે. ગ્રીન ટીમાં શરીરને તંદુરસ્ત રાખતા એન્ટિઓક્સિડેન્ટ સમાવિષ્ટ હોય છે અને કેફ્નનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. નિયમિત ગ્રીન-ટી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બેડ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરી શકાય છે.

લીલા શાકભાજીઃ  

લીલા શાકભાજીમાં રહેલા ગુણો શરીરમાં ચરબી અને કોલેસ્ટ્રોલ વધારતા નથી. તદુપરાંત તેને પચાવવા માટે શરીરનાં પાચનતંત્રને વધુ મહેનત પણ પડતી નથી. લીલા શાકભાજીમાંથી આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ, બી, સી પ્રાપ્ત થાય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. એમાં રહેલા આરોગ્યપ્રદ તત્ત્વો લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે.

લસણઃ

લસણમાં રહેલું મેન્ગેનીઝ ખનીજ શરીરને નુકસાનકારક એલડીએલ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરે છે અને શરીર માટે જરૂરી એચડીએલ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરે છે. ખોરાકમાં લસણનું નિયમિત સેવન લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોમાં ફયદાકારક લસણ બેડ કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરે છે.

જેતૂનનું તેલઃ

સામાન્ય રીતે ઓલિવ ઓઇલ તરીકે ઓળખાતું જેતૂનનું તેલ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ખૂબ જ સારું છે. એમાં રહેલું મુફ (મોનો અનસેચ્યુરેટેડ ફ્ટી એસિડ) કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ બને છે.

ફ્ણગાવેલ કઠોળ/દાળઃ  

ફ્ણગાવી શકાય એવા આહારમાં ચણા, સોયાબીન, મગ, રાજમા, અડદ વગેરેનું નિયમિત સેવન હૃદય માટે નુક્સાનકારક કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં, પરંતુ વિટામિન, ખનિજ અને પ્રોટીનથી ભરપૂર હોવાને ફ્ણગાવેલો ખોરાક લીધે શરીર માટે શ્રેષ્ઠ છે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો