Chopping board is essential in kitchen, see Tips to buy
  • Home
  • Featured
  • રસોડામાં આ વસ્તુ છે ખૂબ જરૂરી, જાણો તેને સાફ કરવાની રીત

રસોડામાં આ વસ્તુ છે ખૂબ જરૂરી, જાણો તેને સાફ કરવાની રીત

 | 4:43 pm IST

ચોપિંગ બોર્ડ કિચન માટે જરૂરી સાધ છે. તેનાથી તમારી કુકિંગની તૈયારી કેટલી સહેલી હોય છે. આ વાતનો અનુભવ તમને તેના ઉપયોગ બાદ જ થઇ શકે છે. ચોપિંગ બોર્ડ ખરીદવું જેટલું સહેલું દેખાય છે. જોકે, એટલું હોતું નથી. જેથી તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ચોપિંગ બોર્ડ અંગે વિચારતા જ સૌથી પહેલા લાકડાના બનેલા ચોપિંગ બોર્ડ મગજમાં આવે છે. જોકે, પ્રોફેશનલ શેફ ટકાઉ અને યોગ્ય પ્લાસ્ટિકના બનેલા કટિંગ બોર્ડ લેવાની સલાહ આપે છે.

– જો સાઇઝની વાત કરીએ તો તમારા કિચન કાઉન્ટર પર જે મોટામાં મોટું ચોપિંગ બોર્ડ ફિટ થા તે લો. તેનાથી શાક પડવાનો કે મિક્સ થઇ જવાનો ડર રહેતો નથી.

– વાંસ કે ચોપિંગ બોર્ડ ખૂબ પોપ્યુલર છે. જે ઇકો ફ્રેન્ડલી હોય છે સાથે જ તેને રિયૂઝ પણ કરી શકાય છે. જોકે, તેમા ચપ્પુ જલદી ખરાબ થવાનો ડર રહે છે.

– લાકડા અને વાંસના કટિંગ બોર્ડ બેસ્ટ છે પરંતુ જો નોનવેજ બનાવવા કરો છો તો તેના માટે લાકડાના કટિંગ બોર્ડ રાખો.

સાફ કરતા રાખો આ વાતોનું ધ્યાન

– જેમ કે, પ્લાસ્ટિકના કટિંગ બોર્ડને સાફ કરવા માટે બેકિંગ સોડા અને મીઠાના પાણીમાં મિક્સ કરીને સાફ કરો.
– તેને ગરમ પાણીથી પણ ધોઇ શકો છો. તેમજ લાકડાના કટિંગ બોર્ડ પર મીઠુ ઉમેરીને લીંબુથી રગડી દો.
– પાંચ મિનિટ બાદ તેને સ્ક્રબ કરીને ભીના સ્પંજથી સાફ કરો.
– વાંસના કટિંગ બોર્ડને નવશેકા પાણીથી ધોઇ લો. હળવા હાથથી રગડી લો અને સૂકાઇ જવા પર ઓઇલ લગાવીને રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન