Choreographer dances to Rasode Mein Kaun Tha in epic viral video
  • Home
  • Featured
  • રસોડ મેં કૌન થા? ગીત પર પ્રખ્યાત કોરિયોગ્રાફરે શેર કર્યો હટકે વીડિયો, જોનારા ખડખડાટ હસ્યાં!

રસોડ મેં કૌન થા? ગીત પર પ્રખ્યાત કોરિયોગ્રાફરે શેર કર્યો હટકે વીડિયો, જોનારા ખડખડાટ હસ્યાં!

 | 5:15 pm IST

રસોડ મેં કૌન થા? આપણે બધા જાણીએ છીએ, કે રાશી બેન હતી. સાથ નિભાના સાથિયાના આ વાયરલ વીડિયોએ હાલમાં તહેલકો મચાવી દીધો છે. તેના ડાયલોગને રેપ ગીતમાં ફેરવનારા મ્યુઝિક નિર્માતા યશરાજ હાલમાં ભારે ચર્ચાઈ રહ્યા છે. આ વીડિયોને ઘણો સમય થઈ ગયો પરંતુ ભારતમાં હજી સુધી ગીત ગુંજી રહ્યું છે. સોશિયલ મીડિયા પર હજુ આ ગીત પર લોકો ડાન્સ અને મીમ્સ બનાવીને મૂકી રહ્યા છે.

હવે પ્રખ્યાત કોરિયોગ્રાફર અવેઝ દરબારે આ ગીત પર નાચતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. અવેઝ જે એક મોટો ટિકટોક સ્ટાર હતો અને તેની ડાન્સ માટે તે ખૂબ જાણીતો છે, તેણે થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનો વીડિયો પોસ્ટ કર્યો હતો. ત્યારથી જ આ વીડિયો ખુબ વાયરલ થઈ ગયો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બહોળા પ્રમાણમાં શેર થઈ રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન