Continuous rain for last 24 hours in Chotaaudepur district
  • Home
  • Videos
  • Featured Videos
  • છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ,ગળા જેટલું પાણી ભરાયું જુઓ Video

છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ,ગળા જેટલું પાણી ભરાયું જુઓ Video

 | 2:54 pm IST

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદી વાતાવરણ જામેલું રહેતા સંખેડા તાલુકાના ભુલવણ ગામે રેલવેના ગરનાળામાં ગળા જેટલું પાણી ભરાયું છે.રેલવે તંત્રની અત્યંત ગંભીર બેદરકારીના કારણે પાણીનો નિકાલ અહીંયાથી નહિ થતા આ રસ્તે ગ્રામજનોની અવર જવર બંધ થઈ છે.

ગરનાળામાં એટલું પાણી ભરાયું છે કે નાના બાળકો તો જરાય પસાર થઈ શકે નહિ. જેથી હાલમાં ગ્રામજનો ગરનાળાની બનાવેલી ઊંચી અને જોખમી દીવાલ પરથી ચાલીને જવા મજબૂર બન્યા છે.હાલમાં જીવના જોખમે જેમને પસાર થવું હોય તે અહિયાંથી પસાર થાય છે. રેલવે તંત્રની આવી અત્યંત ગંભીર બેદરકારી બહાદરપુરથી બોડેલી વચ્ચે ત્રણેક જગ્યાએ જોવા મળી રહી છે.