‘Chowkidar chor hai’: Rahul Gandhi regrets attributing remark to SC
  • Home
  • Election 2019
  • રાફેલ મામલે ‘ચોકીદાર ચોર’ નિવેદન પર રાહુલ ગાંધીની ફજેતી! સુપ્રીમમાં કહ્યું કે…

રાફેલ મામલે ‘ચોકીદાર ચોર’ નિવેદન પર રાહુલ ગાંધીની ફજેતી! સુપ્રીમમાં કહ્યું કે…

 | 1:11 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ખરીદીના મામલામાં સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આપેલા ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન પર ખેદ વ્યકત કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ એફિડેવિટમાં રાહુલ ગાંધી એ કહ્યું કે ચૂંટણી પ્રચારના જોશમાં એવું કહી દીધું હતું. તેમણે સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં એમ પણ કહ્યું કે ભવિષ્યમાં કયારેય ફરીથી કોર્ટને લઇ કોઇપણ પ્રકારની ટિપ્પણી કે નિષ્કર્ષનો ઉપયોગ મીડિયાની સામે રાજકીય નિવેદનમાં ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી કોર્ટમાં આવી વાતો રેકોર્ડ ના થઇ હોય.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે લીક દસ્તાવેજોની વેલિડ માનતા રાફેલ ડીલ પર પુન:ર્વિચાર સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કે ‘ચોકીદાર ચોર હૈ’. રાહુલના આ નિવેદન પર ભાજપ સાંસદ મીનાક્ષી લેખી એ અરજી કરી રાહુલ ગાંધીની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની અવમાનનાની ફરિયાદ નોંધાવી હતી. લેખીની અરજી પર સુનવણી કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું હતું કે કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ આવી કોઇ ટિપ્પણી કરી નથી. કોર્ટે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટું ગણાવ્યું છે. કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ રજૂ કરી 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનું કહ્યું હતું.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ કોઇ ટિપ્પણી કરી નથી. રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનવણી મંગળવારના રોજ થશે.

આ કેસની સુનવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે રાહુલ ગાંધી એ આ કોર્ટનું નામ લઇને રાફેલ સોદા અંગે મીડિયા અને પ્રજામાં જે પણ કંઇ કહ્યું તેને ખોટી રીતે રજૂ કરાયું. અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે રાફેલ મામલામાં દસ્તાવેજોને સ્વીકાર કરવા માટે તેની વૈધતા પર સુનવણી કરતા સમયે આ પ્રકારની ટિપ્પણીઓ કરવાનો મોકો અત્યારે આવ્યો નથી.

આપને જણાવી દઇએ કે 10મી એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે સરકારની આપત્તિઓને નજર અંદાજ કરતાં રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનવણીનો નિર્ણય કર્યો હતો. સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની બેન્ચે એક મતથી આપવામાં આપવામાં આવેલા દસ્તાવેજમાં કહ્યું હતું કે જે નવા દસ્તાવેજ ડોમેનમાં આવ્યા છે, તેના આધારો પર કેસમાં રિવ્યુ પિટિશન પર સુનવણી થશે. ત્યારબાદ રાહુલે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટે માની લીધું છે કે ચોકીદાર ચોર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન