Chris Gayle Became CameraMan For Elma Smit
  • Home
  • Sports
  • Cricket
  • વરસાદે ક્રિસ ગેઈલનાં ઈરાદાઓ પર ફેરવ્યું પાણી, અધૂરો રહી ગયો ખુબસૂરત છોકરીને કરેલો વાયદો

વરસાદે ક્રિસ ગેઈલનાં ઈરાદાઓ પર ફેરવ્યું પાણી, અધૂરો રહી ગયો ખુબસૂરત છોકરીને કરેલો વાયદો

 | 12:59 pm IST

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે સોમવારે રમાનાર વિશ્વ કપની મેચ વરસાદની ભેટ ચઢી ગઈ. જેમાં બંને ટીમોને એક એક અંક મળ્યો હતો. વરસાદને કારણે ફક્ત 7.3 ઓવરની જ મેચ થઈ શકી હતી. આ મેચ અગાઉ દક્ષિણ આફ્રિકા માટે મેચ કવર કરી રહેલી એલ્મા સ્મિટ અને ક્રિસ ગેઈલ વચ્ચે મેચને લઈ વાતચીત થઈ હતી. અને આ સમયે ક્રિસ ગેઈલે ખુબસૂરત એલ્માને એક વાયદો પણ કરી દીધો હતો.

મેચ પહેલાં ક્રિસ ગેઈલે એલ્માના કેમેરામેનનો કેમેરો લઈ ફોટોશૂટ અને વીડિયો પણ ઉતાર્યો હતો. કેમેરામેન બનતાં જ ક્રિસ ગેઈલે એલ્મા સ્મિટને દક્ષિણ આફ્રિકા સામે ડબલ સેન્ચુરી ફટકારવાનો વાયદો પણ કરી દીધો હતો. પણ અફસોસ વરસાદે ક્રિસ ગેઈલના આ ઈરાદાઓ પણ પાણી ફેરવી દીધું હતું. વરસાદને કારણે મેચ રદ થતાં દક્ષિણ આફ્રિકાને એક પોઈન્ટ મળ્યો હતો. અને આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ વિશ્વ કપમાં એક પોઈન્ટ સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું.

વિશ્વ કપમાં આ બીજી મેચ હતી, કે જે વરસાદને કારણે રદ કરવી પડી હતી. અગાઉ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન