Chris Gayle Played Lst ODI International Match against India
  • Home
  • Sports
  • Cricket
  • કરિયરની અંતિમ મેચમાં ક્રિસ ગેલનો કહેર, ચોગ્ગા અને છગ્ગાનો કર્યો વરસાદ

કરિયરની અંતિમ મેચમાં ક્રિસ ગેલનો કહેર, ચોગ્ગા અને છગ્ગાનો કર્યો વરસાદ

 | 8:54 pm IST

ત્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ઓવલ મેદાન પર ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે વન ડે સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ રમાઈ રહી છે. બન્ને ટીમ માટે આ મેચ ખુબજ મહત્વની છે. સિરીઝમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ 1-0 ની લીડ મેળવી છે. તેથી આજે ભારતીય ટીમ સિરીઝ જીતના ઇરાદાથી મેદાન પર ઉતરી છે. જ્યારે બીજી તરફ વેસ્ટઇન્ડીઝ ટીમ પણ સિરીઝને ડ્રો કરવાની પૂરજોશ કોશિશ કરશે. આપને જણાવી દઈએ કે પહેલી વન ડે મેચ વરસાદનો ભોગ બની હતી.

આ સિવાય વેસ્ટઇન્ડીઝ માટે આ મેચ એટલા માટે પણ મહત્વની છે કારણ કે ટીમના ધાકડ અને સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલની આ અંતિમ ઇન્ટરનેશનલ મેચ છે. પહેલા બે મેચોમાં ક્રિસે કોઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું. પરંતુ અંતિમ મેચમાં ક્રિસ ગેલે દર્શકોના દિલ જીતી લીધા છે. ક્રિસ ગેલે ધમાકેદાર બેટિંગ કરી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. બેટિંગની શરૂઆત જ ક્રિસ ગેલે છગ્ગા સાથે કરી અને ત્યાર બાદ આ ક્રમ ચાલુ રહ્યો. દસમાં ઓવરમાં ખલીલ અહમદની બોલિંગ પર છગ્ગો લગાવી ક્રિસ ગેલે માત્ર 29 બોલમાં અડધી સદી પૂરી કરી. આ દરમિયાન તેને 4 છગ્ગા અને 6 ચોક્કા લગાવ્યા.


દસમાં ઓવર સુધી ગેલે વેસ્ટઇન્ડીઝનો સ્કોર 114 રન સુધી પહોંચાડ્યો હતો. ગેલ સાથે ઇવિન લુઇસે પણ શાનદાર 43 રનની ઇનિંગ રમી. 11 ઓવર બાદ ખેલમાં પરિવર્તન આવ્યું. પહેલા લુઇસ આઉટ થયો ત્યાર બાદ ગેલ ખલીલની બોલિંગ પર વિરાટ કોહલીને કોચ આપી આઉટ થયો. ગેલે 41 બોલમાં 72 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે.

આ વીડિયો પણ જુઓ: સુરત ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન