Chris Gayle will retire from international one day cricket after 2019 world cup in England
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિસ ગેલે કરી સંન્યાસ લેવાની જાહેરાત, જાણો કઇ હશે છેલ્લી મેચ

ક્રિસ ગેલે કરી સંન્યાસ લેવાની જાહેરાત, જાણો કઇ હશે છેલ્લી મેચ

 | 1:43 pm IST

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડમાં રમનારા 2019 આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ બાદ વનડેથી સંન્યાસ લેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે (સીડબલ્યૂઆઈ) ટ્વીટર પર તેની જાણકારી આપી છે. સીડબલ્યૂઆઈએ જણાવ્યું કે ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાનારી વનડે સીરીઝ માટે અભ્યાસ શરૂ થતાં પહેલા ગેલે તેની જાહેરાત કરી.

ઉલ્લેખનિય છે કે જો વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ કપમાં સારું પ્રદર્શન કરી બીજા સ્ટેજમાં નહીં પહોંચે તો ક્રિસ ગેલ 4 જુલાઈ 2019ના રોજ રિટાયર થઈ શકે છે. આ દિવસે વેસ્ટ ઈન્ડિઝ ટીમ અફઘાનિસ્તાનની વિરુદ્ધ છેલ્લી લીગ મેચ રમશે.

ગેલની હાલમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય વનડે ટીમમાં વાપસી થઈ છે. તેને ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાનારી પહલી વનડે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સદી ફટકારનારો ગેલ, બ્રાયન લારા બાદ વનડેમાં સૌથી વધુ રન કરનારો બીજો બેટ્સમેન છે.

ગેલે અત્યાર સુધી 284 વનડે મેચોમાં 9727 રન કર્યા છે, જેમાં 23 સદી અને 49 અડધીસદી સામેલ છે. બ્રાયન લારાના નામે વનડેમાં 10,405 રન નોંધાયા છે. 39 વર્ષીય ગેલે 2015ના વિશ્વ કપમાં ઝિમ્બાબ્વેની વિરુદ્ધ 215 રનની ઇનિંગ રમી હતી, જે વનડેમાં કોઈ પણ વેસ્ટ ઈન્ડિઝ બેટ્સમેનનો સૌથી વધુ સ્કોર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન