Chris Gayles on Fire against Nevis Patriots in CPL 2019
  • Home
  • Sports
  • Cricket
  • હાલ પણ યથાવત છે ક્રિસ ગેલની ધાક, મેચમાં કુલ 37 સિક્સરો સાથે બોલરોનો પરસેવો છોડાવ્યો

હાલ પણ યથાવત છે ક્રિસ ગેલની ધાક, મેચમાં કુલ 37 સિક્સરો સાથે બોલરોનો પરસેવો છોડાવ્યો

 | 9:32 am IST

ક્રિસ ગેલે ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોય. પરંતુ મેદાન પર તેના નામની ધાક હાલ પર જોવા મળી રહી છે. વેસ્ટઈન્ડીઝના આ ખેલાડીએ મંગળવારે ધાકડ ઇનિંગ રમી એકવાર ફરી ફેન્સના દિલ જીતી લીધા હતા. સાથે જ મેચમાં એક અનોખો રેકોર્ડ પણ બન્યો.

આપને જણાવી દઈએ કે ક્રિસ ગેલ હાલ સીપીએલ(CPL) એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. જ્યાં મંગળવારે જમૈકા થલાવાજ અને સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટસ વચ્ચે મેચ રમાઈ હતી. જમૈકા થલાવાજ તરફથી રમતા ક્રિસ ગેલે શાનદાર બેટિંગ કરી હતી અને વિરોધી ટીમના બોલરની જોરદાર ધોલાઈ કરી હતી. ગેલે માત્ર 62 બોલમાં 116 રન ફટકાર્યા હતા. આ મેચમાં 37 છગ્ગાઓનો રેકોર્ડ પણ બન્યો હતો. મેચમાં ધમાકેદાર બેટિંગ થતા લીગમાં એક જ દિવસમાં બે વાર સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ તૂટ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ જમૈકા થલાવાજે મેચમાં પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. જેમાં ક્રિસ ગેલે 116 રન બનાવ્યા હતા. ઉપરાંત ચાડવિક વોલ્ટને પણ 36 બોલમાં 73 રનની શાનદારી ઇનિંગ રમી હતી. ગેલે બેટિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. જોકે જમૈકાના વિશાળ સ્કોરનો પીછો કરવા મૈદાન પર ઉતરેલી ટીમ સેંટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સે માત્ર 18.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો. સેંટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સ તરફથી ડેવોન થોમસે 40 બોલમાં 71 રન અને એવિન લુઈસે માત્ર 18 બોલમાં 53 રનની ધમાકેદાર બેટિંગ કરી હતી.

આ સિવાય લોઉરી ઇવાંસે 20 બોલમાં 40 અને ફેબિયન એલને 15 બોલમાં 37 રન ફટકાર્યા હતા. જમૈકા થલાવાજે તેની બેટિંગ દરમિયાન 21 છગ્ગા જ્યારે સેંટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સે બેટિંગ દરમિયાન 16 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે સંપૂર્ણ મેચમાં કુલ 37 છગ્ગાનો રેકોર્ડ બન્યો હતો.

આ વીડિયો પણ જુઓ: જૂનાગઢના માળિયાહાટીનામાં વ્રજમી ડેમ છલકાવાની તૈયારીમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન