chris hemsworth Described Ahmedabad Traffic As Beautiful Chaos
  • Home
  • Videos
  • અમદાવાદનાં ટ્રાફિકને જોઇને હૉલીવુડનાં સુપરહીરો ‘થૉર’નો પણ પરસેવો છૂટી ગયો

અમદાવાદનાં ટ્રાફિકને જોઇને હૉલીવુડનાં સુપરહીરો ‘થૉર’નો પણ પરસેવો છૂટી ગયો

 | 3:02 pm IST

હોલીવુડ સ્ટાર અને સુપરહીરો થૉરનું પાત્ર નિભાવનાર અભિનેતા ક્રિસ હેમ્સવર્થ અત્યારે અમદાવાદમાં શૂટિંગ કરી રહ્યો છે. થાનોસ જેવા વિલેનને પરસેવો છોડાવી દેનારા સુપર હીરોનું પાત્ર નિભાવનાર એક્ટર ક્રિસ હેમ્સવર્થ ભારતમાં ટ્રાફિકની હાલત જોઇને ચોંકી ગયો હતો.

પોતાની કાર સામે ટ્રાફિક દરમિયાન ઑટો રિક્શા અને બાઇક્સની લાઇન જોઇને તે સ્તબ્ધ રહી ગયો હતો. ક્રિસ હેમ્સવર્થે આને ‘ખૂબસૂરત અવ્યવસ્થા’નું નામ આપ્યું છે.

ફિલ્મ ‘થૉર’માં થૉરની ભૂમિકા નિભાવનાર ક્રિસ હેમ્સવર્થ નેટફ્લિક્સની ફિલ્મ ‘ઢાકા’નાં શૂટિંગ માટે ભારત આવ્યો છે. તેણે રવિવાર રાત્રે ઇનસ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી જેમાં તે પોતાની કારની પાછળની સીટની બહારનાં દ્રશ્યને કેમેરામાં કેદ કરવા કેમેરા પૈન કરતો જોવા મળ્યો હતો.