Christchurch Shooting Photos: Multiple Fatalities After Mass Shooting At Newzeland
  • Home
  • Featured
  • ન્યૂઝીલેન્ડમાં ભયાનક આતંકી હુમલાની તસવીરો આવી સામે, હુમલાખોરે બનાવ્યો Live Video

ન્યૂઝીલેન્ડમાં ભયાનક આતંકી હુમલાની તસવીરો આવી સામે, હુમલાખોરે બનાવ્યો Live Video

 | 10:48 am IST

ઓસ્ટ્રેલિયાના ક્રાઇસ્ટચર્ચ ખાતે અલ નૂર અને બીજી એક મસ્જિદ પર કરવામાં આવેલા હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. 28 વર્ષના ઓસ્ટ્રેલિયને શૂટઆઉટ દરમિયાન લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું. બે મસ્જિદમાં કરવામાં આવેલા હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે તેમણે ક્રાઇસ્ટચર્ચની અલ નૂર મસ્જિદમાં 50 જેટલા ગન શોટના અવાજ સંભળાયા હતા. મસ્જિદ ખાતે જ્યારે નમાઝ પઢવામાં આવી રહી હતી ત્યારે હુમલાખોરે સેમી ઓટોમેટિક રાઇફલથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બનાવ ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે સવારે 11.30 વાગ્યો બન્યો હતો.

ન્યૂઝીલેન્ડ મીડિયાના મતે હુમલાખોરે 17 મિનિટ સુધી લાઇવ વીડિયો બનાવ્યો છે. ક્રાઇસ્ટચર્ચના મસ્જિદોમાં ફાયરિંગનો બંદૂકધારીએ 17 મિનિટ સુધી લાઇવ વીડિયો બનાવ્યો. બંદૂકધારીની ઓળખ બ્રેંટન ટૈરંટ તરીકે થઇ છે. 28 વર્ષનો બ્રેંટન ટેરંટ ઑસ્ટ્રેલિયાનો રહેવાસી છે. બંદૂકધારીએ પહેલાં ડીન એવન્યુમાં અલ નૂર મસ્જિદની પાસે પોતાની કાર પાર્ક કરી. ત્યારબાદ તેણે બંદૂક કાઢી અને મસ્જિદમાં ઘૂસતા જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. કહેવાય છે કે તે આર્મી ડ્રેસ પહેરીને આવ્યો હતો અને તેને અંદાજે બે મેગઝીન ફાયરિંગ કર્યું. તેની ગાડીમાં કેટલાંય હથિયારો પડ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હુમલા પહેલા શંકાસ્પદે વ્યક્તિ એ ટ્વિટર પર 37 પાનાનો એક મેનિફેસ્ટો પણ પોસ્ટ કર્યો હતો. ટ્વિટર પર તેણે ‘આતંકી હુમલો’ ગણાવ્યો હતો. હુમલા પહેલા શંકમંદે ટ્વિટર પર 37 પાનાનો એક મેનિફેસ્ટો પણ પોસ્ટ કર્યો હતો. ટ્વિટર પર તેણે ‘આતંકી હુમલો’ ગણાવ્યો હતો.

આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો છે. પોલીસે હુમલા સંદર્ભે એક શકમંદની ધરપકડ કરી લીધી છે. જોકે, આ વ્યક્તિએ જ હુમલો કર્યો છે કે નહીં તે નક્કી થયું નથી.

અલ નૂર ઉપરાંત બાજુમાં આવેલી લિન્ડવૂડ મસ્જિદમાં પણ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે અલ નૂર મસ્જિદથી ત્રણ કિલોમીટર દૂર એક હોસ્પિટલ બહાર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં અહીંથી એક કારમાં બોમ્બ પણ મળી આવ્યો છે.

ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશ્નર માઇક બુશે કહ્યું કે, બે મસ્જિદ અને ક્રાઇસ્ટચર્ચ હોસ્પિટલ ખાતે થયેલા ગોળીબારમાં અનેક લોકો માર્યા ગયાના સમાચાર છે.હુમલા બાદ ન્યૂઝીલેન્ડમાં રહેતા મુસ્લિમોને નમાઝ પઢવા માટે મસ્જિદમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.

એક બીજા મીડિયા રિપોર્ટના મતે હુમલાખોરો એ તેમની બંદૂક પર બે નામ લખ્યા હતા. – એલેક્જેંડર બિસોનેટ અને લુકા ટ્રિની. આ બંને ઇટલી અને કેનેડાની મસ્જિદ પર હુમલા કરનારા હુમલાખોરો હતો. ક્રાઇસ્ટચર્ચની મેયર લિયને દલજિલે કહ્યું કે હું શબ્દોમાં ઘટનાને વર્ણવી શકું તેમ નથી. મેં કયારેય વિચાર્યું નહોતું કે ક્રાઇસ્ટચર્ચ કે ન્યૂઝીલેન્ડમાં આવી કોઇ ઘટના હશે. અમે હેરાન છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન