Christian Michel’s lawyer Aljo Joseph expelled from Congress
  • Home
  • Featured
  • ઑગસ્ટા વેસ્ટલેન્ડ: કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા મિશેલ માટે લડશે કેસ, પાર્ટીએ ભર્યું મોટું પગલું

ઑગસ્ટા વેસ્ટલેન્ડ: કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા મિશેલ માટે લડશે કેસ, પાર્ટીએ ભર્યું મોટું પગલું

 | 7:02 am IST

ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયાની ભૂમિકા નિભાવનાર ક્રિશ્ચિયન મિશેલને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ બધાની વચ્ચે મિશેલના વકીલ અલ્જોને લઇ ઘમાસણ મચી ગયું છે. જોસેફ યુથ કૉંગ્રેસ લીગલ ડિપાર્ટમેન્ટના નેશનલ ઇન્ચાર્જ છે. યુઝ કૉંગ્રેસે તેમને કાઢી મૂકયા છે.

આની પહેલાં અલ્જો જોસેફે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ મારું પ્રોફેશન છે. હું મારું કામ કરી રહ્યું છું. હું સુપ્રીમ કોર્ટમાં વકીલ છું, જેટલી સાહેબ પણ અલગ-અલગ લોકોના કેસ લડે છે. દુબઇ અને ઇટલીથી મિશેલના વકીલોએ મારો સંપર્ક કર્યો ત્યારે મેં કેસ લડવા માટે હા પાડી દીધી હતી.

જેટલી સાહેબ પણ ઘણા કેસ લડે છે
તેમણે કહ્યું કે હું યુથ કૉંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટનો કોઑર્ડિનેટર છું, પરંતુ આ મારું પ્રોફેશન છે. તેમાં કૉંગ્રેસની કોઇ લેવડ-દેવડ નથી. હું મારી નોકરી કરી રહ્યો છું. આ મારું પ્રોફેશન છે. પ્રોફેશનલ કામ કરવા માટે ભાજપવાળા આટલો હલ્લો કેમ કરી રહ્યાં છે? જેટલી સાહેબ તો ઘણા બધા લોકો માટે અપીલ કરે છે.

મારી પાસે કોઇ બિઝનેસ નથી
અલ્જો જોસેફે કહ્યું કે આ મારી બ્રેડ એન્ડ બટર છે. મારી પાસે કોઇ બિઝનેસ નથી. હું દિલ્હીમાં કેરળથી આવ્યો છું. હું અહીં પ્રેક્ટિસ કરી રહ્યો છું. મિશલના પ્રત્યર્પણ પર તેમણે કહ્યું કે હજુ સુધી મને કોઇ પેપર મળ્યા નથી આથી હું તેના પર કમેન્ટ કરીશ નહીં. મેં કાગળિયાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે મને ટૂંક સમયમાં પેપર મળશે, ત્યારબાદ જ કેસને જોઇ કમેન્ટ કરી શકું છું.

રાજદારના બચાવા નીકળ્યા નામદારના નેતા
આ કેસમાં ભાજપે અલ્જોના જોસેફ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. દિલ્હી ભાજપના પ્રવકતા અશોક ગોયલે ટ્વીટ કરી લખ્યું કે રાજદાર મિશેલને બચાવા માટે નામદારના નેતા અલ્જો જોસેફ નીકળ્યા છે.