ક્રિકેટની દુનિયામાં તોફાની ઇનિંગ્સ: 116 બોલ, 316 રન, 18 ચોગ્ગા, 34 છગ્ગા ફટકાર્યા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટની દુનિયામાં તોફાની ઇનિંગ્સ: 116 બોલ, 316 રન, 18 ચોગ્ગા, 34 છગ્ગા ફટકાર્યા

ક્રિકેટની દુનિયામાં તોફાની ઇનિંગ્સ: 116 બોલ, 316 રન, 18 ચોગ્ગા, 34 છગ્ગા ફટકાર્યા

 | 5:20 pm IST

ક્રિકેટમાં મોટાભાગે જ્યારે પણ રેકોર્ડની ચર્ચા થાય છે તો હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અંગે જ વાત થાય છે. કેટલીય વખત કલબ ક્રિકેટમાં પણ એવા રેકોર્ડ બની જાય છે જેના પર વિશ્વાસ કરવા સુદ્ધાં મુશ્કેલ થઇ જાય છે. આવું જ કંઇક ઇંગ્લેન્ડની કલબ ક્રિકેટમાં જ્યારે ઇંગ્લેન્ડના હેલીફેકસ ક્રિકેટ લીગ પ્રીમિયર ડિવિઝનની એક મેચમાં એક અવિશ્વસનીય ઇનિંગ્સ જોવા મળી. આ મેચમાં ટ્રાએંગલ ક્રિકેટ કલબની તરફથી રમતા ક્રિશ્ચિયન સિલ્કસ્ટોન માત્ર 116 રનોમાં જ ત્રેવડી સદી ફટકારી દીધી.

આ મેચમાં ક્રિશ્ચિયન સિલ્કસ્ટોને સિલ્કસ્ટોને એક મેચમાં માત્ર 116 બોલ પર 316 રનો બેમિસાલ ઇનિંગ્સ રમ્યા. તેની ઇનિંગ્સ સંપૂર્ણપણે વન મેન શો જ રહી કારણ કે આ મેચમાં તેમની ટીમ ટ્રાએંગલ ક્રિકેટ કલબ ટીમનો કુલ સ્કોર 433 રન રહ્યો, જેમાં 316 રન માત્ર ક્રિશ્ચિયન સિલ્કસ્ટોનનો બન્યો. સિલ્કસ્ટોને 18 ચોગ્ગા અને 34 ચોગ્ગા ફટકાર્યા જે એક અલગ જ રેકોર્ડ છે.

સિલ્કસ્ટોન થ્રોન્ટન ક્રિકેટ કલબની વિરૂદ્ધ એક ઐતિહાસિક ઇનિંગ્સ રમ્યો. સિલ્કસ્ટોનની આ ઇનિંગ્સના દમ પર ટ્રાએંગલ ક્રિકેટ કલબે થ્રોન્ટન ક્રિકેટ કલબને 147 રનથી હરાવી દીધું.

એક ઓવરમાં છ છગ્ગાનો રેકોર્ડ પણ આ ઇનિંગ્સમાં બનાવ્યો
સિલ્કસ્ટોને પોતાની ઇનિંગ્સમાં કેટલાંય રેકોર્ડ બનાવ્યા. ઓછા બોલામાં ત્રેવડી સદી, એટલી જ ઝડપથી ત્રેવડી સદી વગેરે વગેરે આટલું ઓછું નહોતું. સિલ્કસ્ટોને પોતાની આ ઇનિંગ્સમાં એક જ ઓવરમાં છગ્ગા લગાવાનો રેકોર્ડ પણ બનાવ્યો. તેમણે રૉસ પારરની ઑવરમાં છ છગ્ગા ફટકાર્યા.

કહેવાય છે કે ક્રિશ્ચિયન સિલ્કસ્ટોનનો આ રેકોર્ડ હવે ભવિષ્યમાં કદાચ જ કયારેય તૂટી શકશે નહીં. પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. કહેવાય પણ છે કે ક્રિકેટમાં કોઇપણ રેકોર્ડ ગમે ત્યારે તૂટી પણ શકે છે.