Christine Dacera: Flight attendant’s mother speaks after daughter’s death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મારી દિકરી સાથે રેપ થયો છે, ફિલિપાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટની માતાએ નકાર્યો ઓટોપ્સી રિપોર્ટ

મારી દિકરી સાથે રેપ થયો છે, ફિલિપાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટની માતાએ નકાર્યો ઓટોપ્સી રિપોર્ટ

 | 12:01 pm IST
  • Share

ફિલિપાઇન્સ (ફિલીપાઇન્સ) માં બ્યુટી ક્વીન અને ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે બળાત્કારની ઘટના સાથે ન્યૂ યરની રાત્રે ગેંગ રેપની ઘટના ઘટી હતી. આ ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર હચમચી ઉઠ્યું છે. લોકોએ તેને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું હતુ. ફાઇવસ્ટાર હોટલના બાથરૂમમાં ફ્લાઇટ એટેન્ડન્ટનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ તપાસમાં 11 લોકો શંકાના ઘેરામાં આવ્યા હતા જેઓએ ગેંગરેપ બાદ ક્રિસ્ટીનની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગેનો ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે જેને મૃતકની માતાએ નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તેમની સાથે રેપ થયો છે. 

ફિલિપાઇન્સમાં બ્યુટી ક્વીનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેની ધમની ટૂટી ગઈ હતી, જેના કારણે તેનું મોત થયું છે. પરંતુ બ્યુટી ક્વીનનું માતાનું નિવેદન કંઈક અલગ હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે મારી પુત્રીની સાથે બળાત્કાર થયો હતો. જો તમે ક્રિસ્ટીનનું શરીર જોયું હોય તો કોઈ પણ માણસ તેના મોત સમયે જે પીડા થઈ હતી તે મહેસૂસ કરી શકત. પરંતુ મારી પુત્રી હવે બોલી શકે તેમ નથી તે આ દુનિયામાં નથી.

તેમણે ઉમેર્યું કે, મારી પુત્રીના શરીર પર ઈજાના નિશાન હતા. સૌ પ્રથમ તો તેની માતાએ મૃતદેહ સ્વીકાર્યો નહોતો. રિપોર્ટમાં જે દાવો કર્યો હતો તેને નકારી દેવામાં આવ્યો હતો. મારી પુત્રીનું મોત કૃદરતી નહોતું. તેની સાથે બળાત્કાર અને મારપીટ કરી 11 વ્યક્તિઓએ સંબંધ બાંધ્યો હતો. તમને જણાવીએ કે અત્યાર સુધી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

ડેકેરાના પરિવારના વકિલનું કહેવું છે કે, સૌ પ્રથમ બ્યૂટી ક્વીનને ડ્રિંકમાં કંઈ ભેળવવામાં આવ્યું હતું અને તેની સાથે દુર્વ્યવ્હાર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે 23 વર્ષની ક્રિસ્ટીન ફ્લાઇટ એટેન્ડન્ટ અને બ્યૂટી ક્વિન હતી. અને તે ફિલિપાઇન્સ એરલાઇન્સની ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરી રહી હતી. તેનો મૃતદેહ મકાતી શહેરની  સ્ટાર હોટલના બાથરૂમમાં મળી આવ્યો હતો. પોલીસે માહિતી આપી છે કે તપાસ દરમિયાન ક્રિસ્ટીનનો મૃતદેહ પર અનેક ઉઝરડાના નિશાન પણ જોવા મળ્યા હતા. 

પોલીસે ક્રિસ્ટીન પર કોઈ અણીદાર વસ્તુથી અનેકવાર કરવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે ડેડબોડી તપાસ માટે મોકલી આપી છે. નોંધનીય છે કે ક્રિસ્ટીનનો જન્મ દવાઓ શહેરમાં થયો છે. તે 2017ની મિસ સિલ્વા દવાઓની રનર-અપ રહી ચૂકી છે. તે મટિયા એનજી દાવો 2019ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

આ ગેંગરેપ અને હત્યા અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે પોલીસે આ હત્યામાં 11 લોકો પર શંકા છે જેમાંથી 3 લોકોની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ ટીમ અન્ય લોકોની શોધ કરી રહી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન