ચંકી પાંડેની આવી હાલત જોઇ, પત્નીએ નિકાળ્યો ઘર બહાર Pics - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચંકી પાંડેની આવી હાલત જોઇ, પત્નીએ નિકાળ્યો ઘર બહાર Pics

ચંકી પાંડેની આવી હાલત જોઇ, પત્નીએ નિકાળ્યો ઘર બહાર Pics

 | 2:17 pm IST

‘હાઉસફૂલ’ સીરિઝમાં આખરી પાસ્તાનું પાત્ર ભજવી દર્શકોને હસાવનાર અભિનેતા ચંકી પાંડે ફિલ્મ ‘બેગમ જાન’માં તદ્દન નવાં લુકમાં નજર આવશે. પરંતુ ચંકી પાંડેએ પોતાના આ પાત્ર માટે જે કંઇ કર્યુ છે, તે તેને ભારે પડી ગયુ છે. આ ફિલ્મમાં ચંકી પાંડે કબીર નામનાં એક વ્યક્તિની ભૂમિકા અદા કરી રહ્યો છે. જેને લોકોને મારવા અને લોકોમાં ઘર્ષણ ફેલાવવા માટે હાયર કરવામાં આવે છે.

Chunky-Pandey-Begum-Jaan

‘બેગમ જાન’માં આ ભૂમિકા કરવા માટે ચંકીએ પોતાના માથાનાં વાળ કઢાવી નાંખ્યા છે સાથે જ પોતાના લુકને પણ તદ્દન બદલી નાંખ્યો છે. આ નવા લુકમાં ચંકી પાંડે ખુબ જ ડરામણો અને ભયાનક નજર આવી રહ્યો છે. જો કે ચંકીને લાગ્યુ કે લુકથી તેનુ પાત્ર દમદાર લાગશે અને તેની પત્ની પણ તે પસંદ આવશે. પરંતુ થયુ તેનાથી તદ્દન અલગ. ચંકીની પત્ની તેને આ નવા રૂપમાં જોઇ ડરી ગઇ અને ચીસો પણ પાડવા લાગી અને તેને ચંકીને બેડરૂમમાં પણ ઘુસવા ન દીધો. પોતાની પત્નીની આવી પ્રતિક્રિયા દેખીને ચંકી પાંડે પણ ડરી ગયો.

Chunky-Pandey-Begum-Jaan-3-1024x6831

તમને જણાવી દઇએ કે, ચંકી પાંડેએ પોતાની ભૂમિકા માટે અમેરિકાનાં વેશ્યાલય મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી ચંકી પાંડેની પત્નીને કોઇ મુશ્કેલી થઇ નહી પરંતુ ચંકીનો આ નવો અવતાર તેને જરા પણ પસંદ આવ્યો નહી. ‘બેગમ જાન’ શ્રીજીત મુખરજીની બંગાળી ફિલ્મ ‘રાજકાહિની’ની હિંદી રિમેક ફલ્મ છે, જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મની કહાની 1947માં થયેલા ભારત-પાકિસ્તાન વિભાજન બાદનાં બંગાળની છે. ફિલ્મની પૃષ્ણભૂમિ કોઠા પર રહેનારી 11 મહિલાઓ આધારિત છે. ચંકી પાંડે સીવાય આ ફિલ્મમાં વિદ્યા બાલન, ગૌહર ખાન, ઇલા અરૂણ અને પલ્લવી શાગદા જેવી અભિનેત્રીઓ પણ છે.