અમેરિકામાં 50 વર્ષ જૂનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર - Sandesh
  • Home
  • Nri
  • અમેરિકામાં 50 વર્ષ જૂનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર

અમેરિકામાં 50 વર્ષ જૂનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર

 | 5:19 pm IST

અમેરિકાના ડેલાવરેમાં 50 વર્ષ જૂનું ચર્ચ સ્વામિનારાયણ મંદિરમાં ફેરવાઈ ગયું છે અને નવેમ્બરમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઈ હતી. અમદાવાદના સ્વામિનારાયણ સંસ્થાને અત્યાર સુધી વિશ્વભરમાં પાંચ ચર્ચને મંદિરમાં ફેરવી નાખ્યા છે. આ પૈકી ત્રણ મંદિર અમેરિકામાં છે.

ડેલાવરે અગાઉ સ્વામિનારાયણ સંસ્થાને કેલિફોર્નિયા અને કેન્ટકીમાં ચર્ચને મંદિરમા ફેરવી નાખ્યા હતાં. બ્રિટનમાં પણ બે ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવી નંખાયા છે. આ પૈકી એક મંદિર લંડન અને બીજું મંદિર માન્ચેસ્ટરના બોલ્ટનમાં છે.

સ્વામિનારાયણ સંસ્થાના પ્રશાસક વાસુ પટેલે જણાવ્યું હતું કે 2014-15માં હાઈલેન્ડ મેનોનાઈટ ચર્ચને હસ્તગત કરાયું હતું. ત્રણ વર્ષના જિર્ણાદ્ધાર પછી તેને મંદિરમાં ફેરવી દેવાયું હતું. ત્યારબાદ ભારતથી બે શિખર અને ઘુમ્મટ લાવવામાં આવ્યા હતા અને મંદિરમાં સ્થાપિત કરાયા હતાં.

ડેલાવારનું ચર્ચ નિરુપયોગી પડ્યું હતું. આથી સ્વામિનારાયણ સંસ્થાને તેને હસ્તગત કરવાનો નિર્ણય કર્યો હતો.  મંદિરમાં ભગવાન સ્વામીનારાયણ ઉપરાંત હનુમાન અને ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. ડેલાવરેમાં 700 જેટલા હિન્દુ રહે છે.