CID crime dg press conference on jayanti bhanushali case in gujarat
  • Home
  • Ahmedabad
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમે કર્યા આવા ચોંકાવનારા ખુલાસાઓ

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમે કર્યા આવા ચોંકાવનારા ખુલાસાઓ

 | 4:35 pm IST

ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમના DG આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હત્યા કેસ અંગે રેલવેના DIGની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.

રેલવેના DIG ગૌતમ પરમારની આગેવાનીમાં તપાસ કરાશે. ATS અને અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાશે. કોની સાથે અદાવત હતી તેની તપાસ કરાશે.

ચાલુ ટ્રેનમાં હત્યાનો બનાવ બન્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશનથી એક વ્યક્તિ સાથે બેઠા હતા. 12.57 વાગ્યે ચેઈન પુલિંગ પણ થયું છે. જેમાં ગાંધીધામ અને સામખિયાળી વચ્ચેનું લોકેશન મળ્યું છે.

આરોપીઓ કઈ જગ્યાએ ઉતર્યા તેની તપાસ કરાશે. કન્ટ્રી મેડ વેપનથી ફાયરિંગ થયું છે. ટ્રેનના કોચમાંથી તેમની સર્વિસ રિવોલ્વર મળી આવી છે. ભાનુશાળી ભૂજથી અમદાવાદ આવવા નીકળ્યા હતા.

તેમની પાસેથી 3 જીવતા કાર્ટિઝ મળી આવ્યાં છે. મોબાઈલ, સેલ ટાવરના માધ્યમથી તપાસ કરાશે. કંપાર્ટમેન્ટમાંથી તેમની બેગ મળી આવી છે. AC ફર્સ્ટ ક્લાસ બોગીમાં 4 પેસેન્જર હતા. છબીલ પટેલ અંગે હાલ તપાસ કરવામાં નથી આવી. હાલ પ્રાથમિક તપાસ જ કરવામાં આવી છે.