આદર્શ ક્રેડિટ કો.ઓ.નું 8,500 કરોડનું કૌભાંડ ફરિયાદ માટે CID ક્રાઈમની ત્રીજી વાર અપીલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આદર્શ ક્રેડિટ કો.ઓ.નું 8,500 કરોડનું કૌભાંડ ફરિયાદ માટે CID ક્રાઈમની ત્રીજી વાર અપીલ

આદર્શ ક્રેડિટ કો.ઓ.નું 8,500 કરોડનું કૌભાંડ ફરિયાદ માટે CID ક્રાઈમની ત્રીજી વાર અપીલ

 | 7:35 am IST

આદર્શ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા ૨૦ લાખ જેટલાં રોકાણકારોનું રૂ.૮,૫૦૦ કરોડનું ફુલેકું ફેરવવાના મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમે ભોગ બનેલાને ફરિયાદ કરવા ત્રીજીવાર જણાવી રહી છે, પરંતુ ભોગ બનેલા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. આદર્શ કો. ઓપરેટીવ સોસાયટીમાં ગુજરાતમાંથી ૨૫૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું.જેમની ડિપોઝિટો પાકી ગઈ હોવા છતા આર્દશ ક્રેડિટ ઓપરેટીવ સોસાયટી તરફથી વ્યાજ સાથે ડિપોઝીટના નાણાં પરત આપવામાં આવતા નહોતા.

જો કે, સીઆઈડી ક્રાઈમના અધિકારી છેલ્લા અઢી માસથી ભોગ બનેલાઓને ફરિયાદ કરવા માટે આજીજી કરવાનું ચાલુ કરતા આર્દેશ ક્રેડિટ કો.ઓપેરેટીવ સોસાયટી તરફથી ગુજરાતના કેટલાક રોકાણકારોને વ્યાજ સાથે ડીપોઝીટો આપવાનું ચાલુ કરી દીધુ છે.જેના લીધે ભોગ બનેલા ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ તરફથી આદર્શ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીમાં બેંક લિકવીડેટરની નિમણૂક કરી દીધી હોવા છતા તેમના તરફથી પણ પોલીસમાં કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.

સીઆઈડી ક્રાઈમ તરફથી ત્રીજીવાર રોકાણકારોને અપીલ કરવામાં આવી છે કે,આદર્શ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી સામે ફરિયાદ કરવી હોય તો ગાંધીનગર સહયોગ ભવનમાં સપર્ક કરવો.

આદર્શ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા સોફટવેર એક જ કંપનીને પાંચ વખત ઓર્ડર આપીને ખરીદી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.એટલું જ નહીં કેટલીક કંપનીઓ કાગળ ઉપર બનાવીને બેંક તથા સોસાયટીમાંથી કરોડો રૂપિયા ઉપાડીને સગાઓને લોન સ્વરૂપે આપી દીધા હતા.

ગુજરાતના વધુ રોકાણકારો ભોગ બન્યા 

આદર્શ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીની હેડ ઓફિસ રાજસ્થાનના સિરોહીમાં છે. ગુજરાતમાં ૭૫ બ્રાન્ચો આવેલી છે. દરેક બ્રાંચમાં ૧,૫૦૦થી વધુ રોકાણકારો છે. આમ લાખો રોકાણકારોએ આદર્શ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતુ.જેમાં ગુજરાતમાંથી રોકાણકારોએ ૨૫૦૦ કરોડનું રોકાણ કર્યુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન