સિનેમાગૃહ શરૂ થયા તો પણ ફિલ્મો તો OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ થશે - Sandesh
  • Home
  • Supplements
  • સિનેમાગૃહ શરૂ થયા તો પણ ફિલ્મો તો OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ થશે

સિનેમાગૃહ શરૂ થયા તો પણ ફિલ્મો તો OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ થશે

 | 12:01 am IST

કોરોનાને કારણે છેલ્લા ૬ મહિનાથી સિનેમાગૃહ બંધ રાખવામાં આવ્યા હતા. તે દરમ્યાન ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર સિરીઝ સાથે ફિલ્મો પણ રિલીઝ થવા લાગી અને જેના કારણે લોકોને મનોરંજન સમય સમય પર મળતું રહ્યું.

એક ઓ.ટી.ટી. પ્લેટર્ફોમે વર્ષ ૨૦૨૦ માટે તેની આવનારી નવી ફિલ્મોના પ્રકાશનની સૂચિ બહાર પાડી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આ પ્લેટર્ફોમ પર ૯ ભારતીય ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.

વરૂણ ધવન અને સારા અલી ખાન અભિનીત મલ્ટિવેટેડ ફિલ્મ કુલી નંબર વન ક્રિસમસના પ્રસંગે રિલીઝ થશે. દુર્ગાવતીએ કુલી નંબર ૧ પછી રિલીઝ થનારી બીજી મોટી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકરે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જે હોરર-થ્રિલર ફિલ્મનું નિર્દેશન જી.અશોક કરી રહ્યા છે. દુર્ગાવતી ફિલ્મ ભાગમતીની રિમેક છે. આ સિવાય છલાંગ, ભીમાસેના નાલા મહારાજા, મિડલ ક્લાસ મેલોડીઝ, મારા અને મન્ને નંબર ૧૩ જેવી ફિલ્મોના નામ સામેલ છે. આ યાદી મુજબ ડિસેમ્બર સુધીમાં ૫ ભારતીય ભાષા હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમની કુલ ૯ ફિલ્મ રિલીઝ થશે.

આ ફિલ્મો રિલીઝ થશે 

ફિલ્મનું નામ                    ભાષા           તારીખ અને મહિનો 

હલાલ લવ સ્ટોરી               મલયાલમ      ૧૫ ઓક્ટોબર

ભીમાસેના નાલા મહારાજા       કન્નડ           ૨૯ ઓક્ટોબર

સૂરારાઈ પોટરુ                 તમિલ          ૩૦ ઓક્ટોબર

છલાંગ                          હિન્દી           ૧૩ નવેમ્બર

મન્ને નંબર ૧૩                  કન્નડ           ૧૯ નવેમ્બર

મિડલ ક્લાસ મેલોડીઝ          તેલુગુ         ૨૦ નવેમ્બર

દુર્ગાવતી                       હિન્દી           ૧૧ ડિસેમ્બર

મારા                           તમિલ          ૧૭ ડિસેમ્બર

કુલી નંબર ૧                   હિન્દી           ૨૫ ડિસેમ્બર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન