CISFના એઆઈજીનું વોટ્સએપ હેક કરીને રૂ. 75 હજારની ઠગાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • CISFના એઆઈજીનું વોટ્સએપ હેક કરીને રૂ. 75 હજારની ઠગાઈ

CISFના એઆઈજીનું વોટ્સએપ હેક કરીને રૂ. 75 હજારની ઠગાઈ

 | 5:25 am IST
  • Share

 મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ચંદ્રકેશ દયાશંકર પાંડે સીઆઇએસએફમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. શનિવારે તેઓ તેમના સિનિયર કમાન્ડન્ટ રાજેશને મળવા ગયા હતા. તે દરમ્યાન તેમના કમાન્ડન્ટે તેઓને કહ્યુ કે, કોઇ બિમારી છે જેથી એક એકાઉન્ટમાં રૂ.98 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાના છે પરંતુ એક સાથે પૈસા ટ્રાન્સફર થતાં નથી. જેથી ચંદ્રકેશ, સબ ઇન્સ્પેકટર રામબલાક અને હેડ કોન્સ્ટેબલ ગોવા ચૌધરીએ તેમના એકાઉન્ટમાંથી કોન્સ્ટેબલ મનિદર મારફતે રૂ. 75 હજાર તેમના અધિકારીએ આપેલ એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ચંદ્રકેશ અને તેના સિનિયર અધિકારીને ખબર પડી કે, તેમના એઆજી અરુણસિંહનું વોટ્સએપ અજાણ્યા શખ્સે હેક કરીને બિમારીના નામે લોકો પાસે પૈસાની માંગણી કરી છે. જેથી ચંદ્રકેશ પાંડે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો