શહેર અને જિલ્લાની સરકારી સ્કૂલોના ૧૦ હજાર કર્મીઓનો પગાર નહીં થતાં ઊહાપોહ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શહેર અને જિલ્લાની સરકારી સ્કૂલોના ૧૦ હજાર કર્મીઓનો પગાર નહીં થતાં ઊહાપોહ

શહેર અને જિલ્લાની સરકારી સ્કૂલોના ૧૦ હજાર કર્મીઓનો પગાર નહીં થતાં ઊહાપોહ

 | 1:33 am IST

અમદાવાદ, તા.૮

અમદાવાદ શહેર અને જિલ્લાની સરકારી સ્કૂલોના દસ હજાર કર્મચારીઓનો પગાર નહીં થતા હોબાળો મચી ગયો છે. કર્મચારીઓને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી છે. ગ્રાન્ટ નહીં આવવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સેકન્ડરીના કર્મચારીઓનો ૩જી માર્ચના બદલે ૭મી માર્ચ માંડ માંડ પગાર થયો છે. જ્યારે હાયર સેકન્ડરીના ૪,૦૦૦ જેટલાં કર્મચારીઓનો પગાર હજુ પણ થયો નથી.

સરકારી સ્કૂલોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો પગાર સામાન્ય રીતે દરેક માસની ત્રણ તારીખે અચૂકપણે થઈ જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વખત એવું બન્યું નથી કે તારીખ બદલાઈ હોય. જો ત્રણ તારીખે રવિવાર આવતો હોય તો બે તારીખે પગાર ચુકવી દેવામાં આવતો હોય છે.

કર્મચારીઓનો પગાર ત્રણ તારીખના બદલે ૭મી માર્ચ થવા છતાં થયો નથી. આ અંગે શહેર વહીવટી કર્મચારી સંઘને રજૂઆત કરી હતી. સંઘે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂઆત કરતા ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.  સંઘના હોદ્દેદારોએ કહ્યું કે ૭મી માર્ચના સાંજે સેકન્ડરીના ૬,૦૦૦ કર્મચારીઓનો પગાર થઈ ગયો છે. જ્યારે હાયર સેકન્ડરીના ૪,૦૦૦ કર્મચારીઓનો પગાર આજે સાંજ સુધી થયો નથી. જો હવે આવતીકાલ ૯મીએ પગાર નહીં થાય તો બીજા શનિવાર અને રવિવારે બેંકની રજા આવશે. જેથી હવે સીધો ૧૨મી માર્ચ, સોમવારે જ પગાર થશે. અન્ય જિલ્લાઓમાં પણ પગાર નહીં થયાના સમાચાર મળ્યાં છે.

સંઘે ડીઈઓ ઓફિસમાં રજૂઆત કરી કે મોટાભાગના કર્મચારીઓએ હોમ લોન કે અન્ય લોન લીધી હોય છે. તેના હપ્તા પણ ચાલુ હોય છે. તે નિશ્ચિત તારીખમાં ભરવા જ પડે. પરંતુ આ મહિને ત્રણ તારીખે પગાર નહીં થતાં હપ્તો ભરી શકાયો નથી. આ ઉપરાંત અન્ય જવાબદારીઓ પણ હોય તેમાં પણ વિક્ષેપ પડયો છે.

;